ઓલિયો નવાબ રસુલખાનજી
ઓલિયો નવાબ
રસુલખાનજી
જૂનાગઢની ગાદીએ ઇ.સ.૧૮૯૨થી ૧૯૧૧ના સમયમાં નવાબ રસુલખાનજી બાબી બિરાજતા હતા તેમનો સ્વભાવ રાજવી કરતા વધુ તો
સાધુ,ફકીર જેવો અને દયાના અનહદ સાગરરૂપ હતો
તે રંગમહેલને બદલે સાધુ સંતો અને ફકીરોના સંગમાં જમાલવાડીમાં વધુ પડ્યા
પાથર્યા રહેતા હતા જેમના રાજ્યકાળના એક
પ્રસંગની આજ વાત કરવી છે.
જેમના રાજ્યકાળમાં જૂનાગઢના બાહોશને કુશળ દીવાન હરિદાસ વિહારીદાસે રાજ્યમાં
એલીએનેશન સેટલમેન્ટ કાયદો ઘડીને એ નામનું ખાતું ખોલીને રાજ્યની પરિસ્થિતિ અને મૂળ
ગરાસિયા સાથે સંબધો સુધારવાને રાજ્યને વ્યવસ્થિતને ઝઘડાઓ ટાળવા કરવા કર્યું,પણ સ્વાભાવિક કે છે કે નવી વાત લોકોને જલ્દી રુચે નહિને કેટલાક
પ્રશ્નો ઉભા થાયને કેટલાક નારાજ પણ,થાય અહી પણ એવું જ બન્યું. આ નવા સ્થપાયેલા
ખાતાએ કડક રહી મૂળ ગરાસિયા,ભાયાત અને બારખલીદારોના ગરાસ એક પછી એક તપાસવા માંડ્યા અને જ્યાં કૈક
ખામી લાગી કે અપૂરતા આધારો લાગ્યા ત્યાં ફટાફટ ગામ ગરાસ ખાલસા કરવા માંડ્યા ત્યાં
તો સોરઠમાં રાડ પડી ગઈ કે આ પટેલ દીવાન તો આપણને ઠનઠન ગોપાલ જ બનાવી દેશે એવું
લાગે છે.
પણ એવું નહોતું આ પટેલ દીવાન તો ખૂબ જ બાહોશ અને હોંશિયારને ધાર્મિક
પ્રકૃતિના હતા તેમના મહેમાન સ્વામી
વિવેકાનંદજી પણ થઇ ચૂક્યા હતા તેમનો ઈરાદો તો એવો હતો કે કાઠિયાવાડમાં
મુઘલ બાદશાહો,સુલતાનો અને જૂનાગઢના નવાબોએ અનેક લોકોને જમીન જાગીરને ગામો
આપ્યા હતા પણ તેનું કોઈ પદ્ધતિસર નું દફતર નહોતું સચવાયું કે તેના વારસા ને હક્ક
હિસ્સા માટે પણ ચોક્કસ નિયમો નહોતા,તેથી કેટલાક વારસદારોમાં વારેવારે
ઝઘડાઓ ઉભા થતા હતા,આથી દીવાન હરિદાસે ગરાસદારો,જાગીરદારોને નોટીસો આપી પોતાના ગરાસના આધાર પુરાવા રજૂ કરવા કહ્યું ને
જે લોકો આધાર પુરાવા કે રૂકા રજૂ ન કરી શકે તેમના ગરાસ ખાલસા કરવા માંડ્યા.
આ કાયદા હેઠળ પ્રાચીના મહંત મહાદેવગીરીબાપુ ના ત્રણ ગામો પણ ખાલસા થઇ
ગયા,ત્યાં તો મહંત સાહેબ લાલચોળ થઇ ગયા કે
આ શું જૂનાગઢ રાજ્યમાં અંધેર ચાલે છે ?પણ કેટલાક
ડાહ્યા માણસોએ બાપુને શાંત પાડ્યા કે બાપુ
એમ ગરમ થવામાં આપણું કશું નહિ વળે તેને બદલે ને આપણે આ ખાલસા ગામ અંગે જૂનાગઢ
રાજ્યને અપીલ કરીએ તો મહંત સાહેબે તરત વકીલ રોકી અપીલ કરી ને જરૂરી આધાર પુરાવાઓ રજૂ કરવા છતાં
અપીલ નીકળી ગઈ ત્યારે મહંત સાહેબ કહે લ્યો બસને હવે કોઈને કશું કહેવાનું રહેતું
નથી તો મારે સાધુ ઉઠીને થોડું બહારવટે
નીકળાય તેના કરતા હું મારી સાધુતાને શોભે એવું જ કરીશ એમ કહી તેમણે પંચકેશને નખ
વધારવાની ને ઉગ્ર તપસ્યા આદરી જેના સમાચારો વાયુ વેગે સોરઠમાં પહોચી વળ્યા કે
જૂનાગઢ નવાબને આ સાધુની હાય લાગશે.મહંત મહાદેવગીરીબાપુ માત્ર એક જ કટોરો દૂધ પી માધવરાયની સામે નદી કાંઠે બેસી ગયા ને બસ
તેને તો મનમાં એક જ રટણ છે કે મારો માધવરાય જ આનો ઉકેલ જરૂર લાવશે પણ છતાં કોઈ
ઉકેલ આવતો નથી પણ છતાં મહાદેવગીરીબાપુ આ કઠણ તપ મૂકતા નથી.
પરતું બરાબર આ સમયે નવાબ રસુલખાનજી ઉનાના હઝરત શાહપીર ના દર્શન કરવા
નીકળ્યા ને એમની સાથે બાહોશ પોલીસ અધિકારી હરપ્રસાદ દેશાઈ પણ છે,તેમને પ્રાચીના આ મહંતના પ્રશ્નને ઉપવાસની ખબર હતી ને તેમને ચિંતા
હતી પણ એ શું કરે પણ કોઈક તક શોધતા હતા કે નવાબ ને શું કહી મનાવી શકાય એમાં આજ
માધવરાયએ આ તક પૂરી પાડી,ત્યારે હરપ્રસાદ દેશાઈએ યુક્તિ કરી
નવાબ કોડીનારમાં રાત રોકાવા ઈચ્છતા હતા તો હરભાઈ નવાબને કહે બાપુ ગાયકવાડની હદમાં
આપણે શું કામ રોકાવું જોઈ ? આપણા મલકમાં ક્યાં રોકાવાની તાણ છે ત્યાં પરરાજ્યની
હદમાં આપણી સલામતી બરાબર ન કહેવાય? બાકી તો આપણે જંગલમાં રોકાઇ તો પણ મંગલ
થઇ જાય જ પછી તો આપની જેવી મરજી,નવાબ કહે સાચી વાત છે હરભાઈ .આથી આ ભોળિયા નવાબ તો બીજે સ્થળે રાત રોકાવા તૈયાર થઇ ગયા.
આથી આ ચપળ અધિકારી હરભાઈએ પ્રાચીના મહંત સાહેબ મહાદેવગીરીને સમાચાર મોકલી આપ્યા કે નવાબ સાહેબ પ્રાચીમાં જ
ઉતારો કરે એવું હું કરું છુ તો તમે ત્યાં બધી જ સરખી તૈયારી રાખજો,મહંત સાહેબે પણ બધું ભૂલીને ગામ આખાને શણગાર્યું અને આજુબાજુના
પ્રતિષ્ઠિત લોકોને બોલાવ્યા કે નવાબ સાહેબ પધારે છે તો આપણે તેમનું સ્વાગત કરીએ.
બીજે દિવસે નવાબની સવારી તો આવી પહોચી ને આવતા વેત નવાબ તો સમદર્શીને સહિષ્ણુ હતા તો તરત જ માધવરાયના દર્શન કરી પ્રાચીના
કુંડના કાંઠે ઉભા રહી એ સૌંદર્યને આહલાદકતા જોઈ ખુશ થઇ ગયાને હરભાઈને પૂછે છે
કે “યે ગાંવ અપણા હૈ?” હરભાઈએ વળી પાછી નાગરી બુદ્ધિ વાપરીને કહ્યું કે થા તો નહિ લેકિન અબ
હૈ,નવાબે તરત જ ઉત્સુકતાથી પૂછ્યું વો
કૈસે? ત્યારે હરભાઈએ નવાબને આખી માંડીને વાત
કરી કે બાપુ આ ગામ આપણા નવા કાયદા એલીએનેશન સેટલમેન્ટ એક્ટ મુજબ ખાલસા થયું છે ને
તેથી આ માધવરાય ભગવાનના મહંત આવી કડક પ્રતિજ્ઞા લઈ આવું ઉગ્ર તપ કરે છે.આટલું સાંભળતા
તો દયાના સાગર નવાબની આંખમાં આંસુ આવી ગયા ને બોલ્યા કે “ યે સાધુ અપણે કો કદુવા દેતા હોગા” ત્યારે વળી પાછો હરભાઈએ દાણો દાબ્યો કે કે મહંત છે તો પવિત્રને અસલ
સાધુ પણ તેને તો રાજના આ કાયદા સામે ને અપીલ નીકળી ગઈ તેની સામે વાંધો છે,આપની સામે નહિ એ આપનો તો જુવોને કેવો આદર કરે છે.
આટલું સાંભળતા તો ૮૬૧ પાદરના ધણી પાછા વળી ગયા ને મહાદેવગીરીબાપુ પાસે જઈને માફી માંગે છે કે બાપુ માફ કરો મને જો
આ બાબતની ખબર ન પડી હોત ને આપ કદાચ પ્રાણ ત્યાગત તો મારા બાબી ફૂળની સહિષ્ણુતાને બટો જ લાગી જાત,,પણ હશે મને એમાંથી અલ્લાએ ઉગારી લીધો.
આ પછી નવાબ રસુલખાનજીએ છોટાલાલ બક્ષીને કહ્યું કે જો મહાદેવગીરીબાપુ
પારણા કરશે તો જ હું આજ અહી જમીશ એમના ત્રણેય ગામો પાછા એમને જગ્યાને જ સોપી દયો,તરત જ
મહાદેવગિરીબાપુને બોલાવવામાં આવ્યા ને નવાબે ખુદ તેમને હાથે જ શેરડીનો રસ પાઈ પારણા કરાવ્યા ત્યાં તો
મહાદેવગીરીબાપુને થયું કે મારા માધવરાયએ મારી અરજ સાંભળી ને આ ઓલિયા નવાબને અહી
એટલે જ મોકલ્યા.નવાબ કહે લાવો રૂકો હું અહી જ સહી કરી
આપું ને મારા હાથો હાથએ રૂકો મહાદેવગીરીબાપુને આજ જ અહી સોપીશ. આ પછી જ નવાબની સવારી ઉના તરફ આગળ વધી.આવા અનેક દયાળુ રાજવીઓ અને ચપળ હોશિયાર રાજાની રગ પારખતા અધિકારીઓ આ
ધરતી પર પાક્યા છે ને તેની ગાથાઓ ઈતિહાસને પાને સુવર્ણાક્ષરે લખાયેલી છે.
Comments
Post a Comment