સોમનાથની સખાતે હમીરજી ગોહિલ

                      સોમનાથની સખાતે હમીરજી ગોહિલ
જયારે જયારે ગામ ઉપર,ગાય ઉપર કે અબળા ઉપર,ધર્મ ઉપર  ભીડ પડી હોય ત્યારે કાઠિયાવાડના વીરો ક્યારેય પણ સુતા રહ્યા નથી.પછી તે ભલેને મીંઢોળબંધા હોય તો પણ એ છોડીને એમની વહારે જઈને શહીદી વહોરીને પોતાના નામ,ગામ અને કુળને ગૌરવ અપાવ્યું છે.
એક વખતના સમયે સોરઠની ધરતી ઉપર બિરાજમાન સોમનાથ ઉપર સુબો ઝફરખાન ચડી આવ્યાના ખબરથી સોરઠના લોકો ધ્રુજી રહ્યા છે,એનો ઉકેલ એક જ છે કે રાજપૂતો સામી છાતીએ એની સામે લડીને કપાય જાય તો જ સોમનાથનું રક્ષણ કરી શકાય તેમ છે,આવે સમયે લાઠી જેવડા નાના રાજ્યના રાજકુમારને એમના ભાભીસાહેબે મહેણું માર્યું કે આમ  બાવરા ને ઉતાવળા શું થાવ છો તમારે સોમનાથની સખાતે જવું છે ?.
આટલું સાંભળતા તો નવ લોહિયા હમીરજી ગોહિલ તરત જ પોતાની પવન વેગી ઘોડી ઉપર પલાણી પોતાના લાવ લશ્કર સાથે સોમનાથ જવા રવાના થઇ ગયા.પરંતુ લાઠી થી સોમનાથ જતી વખતે હમીરજીએ વચ્ચેના રસ્તામાં આઈ લાખબાઈ નામની ચારણીયાણીના શોકમય કંઠે એવા કરૂણ મરશિયા સાંભળ્યાને હમીરજીને વધુ શુરાતન ચડ્યું,આ વેળાએ આઈ લાખબાઈને દયા આવી ગઈ કે આવો ફૂટડો યુવાન હમણાં જ સોમનાથના પટાંગણમાં નાળિયેરની જેમ વધેરાય જશે.તો એના લગ્ન કરવા જ જોઈએ,આથી લાખબાઈ કહે વીરા હમીરજી તું મને એક વચન આપ કે જે રસ્તામાં વચ્ચે યોગ્ય કન્યા મળે તેની સાથે તું લગ્ન કરી લઈશ.
હમીરજી તો વચન આપીને આગળ વધ્યા ને ગીર ગઢડા પાસે આવેલ દ્રોણ ગામે વેગડાજી ભીલના નેસડે રોકાયા છે ને ત્યાં તેમણે વેગડાજી ભીલની દીકરી રાજબાઈ સાથે લગ્ન કર્યા.હમીરજી પછી રાજબાઇ સાથે મીઠો વાર્તાલાપ કરે છે કે રાજબાઇ હવે મને તું જવા દે પણ મને એમ થાય છે કે આ એક જ રાતના સંસાર માટે તે તારો આખો ભવ પળવારનો પણ વિચાર કર્યા વિના જ સોંપી દીધો એના ઉપર મને અફસોસ થાય છે પણ શું કરવું સોમનાથનું રક્ષણ કરવું એ મારી વણલખી પવિત્ર ફરજ છે.
આ સમયે રાજબાઈ બોલી ઉઠ્યા કે શું ગોહિલરાજ આવી નબળી વાત કરો છો મેં તો મારો ભવ સુધાર્યો છે ને વિશ્વાસ રાખજો,જો ભગવાનની ઈચ્છા હશે ને મને કોઈ સંતતિ થશે તો આપના એ ગોહિલકુળને ડાઘ પણ નહિ લાગવા દઉ તો આપ જલ્દી મોતને માંડવડે પોંખાવા જાવ,આટલું બોલતા તો આખુ ગિર ગાજી ઉઠ્યું ને જાણે કે ગાંડુ બન્યું.
આખું દ્રોણ ગામ વીર હમીરજીને વળાવે છે ને નેજવા કરતા કરતા જુએ છે કે એ જાય એ જાય.રાજબાઇ ને ખબર છે કે એ હવે કદી પાછા આવવાના નથી પણ છતાં એ વસમી વિદાયના આંસુને હરખના હિલોળામાં ફેરવતા વાર ન લાગી એવી તો એમનામાં સમજણ હતી.
શીષ સોંપવા એ સમે,હાલ્યો હમીર,
રાત છે છેલ્લી રાજલ કને,રહિયો તો રણધીર,
પુગ્યો રણધીર પાટણે,પો ફાટયે પરમ,
ઉતર માંથી એ સમે,ઉમટીયા અહમ.
હવે સોમનાથના પટાંગણમાં હમીરજી લાઠી થી પોતાના લાવેલા સાથીઓ સાથે અને વેગડાજી ભીલના બસ્સો સવારો સાથે પહોંચી ગયા,જેનું ત્યાં રહેલા અન્ય રજપૂતોએ અને પૂજારી ને નગરજનોએ સ્વાગત કર્યું.
વેગડાજી ભીલ તેમના બસ્સો સાથીદારો સાથે બહાર જ રહ્યા કે અમને કિલ્લા અંદર કરતા બહારથી તીર કામઠાથી લડવું વધારે ફાવશે.પછી તો એમના તાતા તીરના મારાએ મુસલમાની ફોજનો ઘાણ વાળી દીધો પણ એ બિચારા કેટલાક ઝીક ઝાલે કે જ્યાં મોટી ઝાકાઝીક બોલતી હોય,આથી એ સોમનાથને સીમાડે જ ઉગમણા દરવાજે વેગડાજી મરાયા ત્યારે લોક કવિઓએ પણ અનેક મરશિયાઓ રચ્યા હતા.

પછી તો હમીરજી એવા શુરાતનથી ઝફરખાનના સૈન્ય સામે પોતાના કાળા ઘોડા સાથે તલવારના સેલારા દેતા દેતા જેમ ખેડૂત શેરડીનો વાઢ દે એમ તે સુબાની ફોજના માથા વાઢતા વાઢતા આગળ ચાલ્યા જાય છે ને પાકેલ જામફળની જેમ સિપાઈઓના માથા ટપોટપ પડતા જતા હતા.
મુસલમાની લશ્કર ગભરાય ગયું કે આનામાં તો કેવું ઝનુન છે આ ઇન્શાન છે કે શૈતાન કે અલ્લા.આમ વરવી ઝાકાઝીક બોલાવીને હમીરજી એ લશ્કરને બે ત્રણ કિલોમીટર દૂર ખદેડાવી મૂક્યું ને હમીરજી જ્યાં સોમનાથના પટાગણમાં મહાદેવને શીષ ઝૂકાવવા આવ્યા ત્યાં તો રક્ષકો ગાંડાતુર થઇ ગયેલા ને આટલું બધું ખરાબ થશે ને જાનહાનિ થશે એવી કોઈને કલ્પના પણ નહોતી.
આ સમયે ચારે કોર લાશોના ઢગલા પડ્યા છે જેમાં કોઈ જીવતા પડ્યા છે કોઈના હાથ કપાયા છે,કોઈના પગ કપાયા છે,કોઈના શરીર ઉપર અસંખ્ય ઘા પડ્યા છે પણ જે જીવે છે એના મોઢા ઉપર રીતસર ભક્તિ શ્રદ્ધાને મર્દાનગી નીતરતી દેખાતા એ વધારે રૂડા લાગતા હતા.આવા સમયે હમીરજી તો પોતાના ભાલા ઉપર ભગવી ધજા લહેરાવતા આવી પહોચ્યા ત્યાં આખરી લડાઈ થતા અપ્સરાઓએ સ્વર્ગમાંથી એમની શૂરવીરતાની માથે ફૂલ વેર્યા છે કે સોરઠી રજપૂતો ને રંગ છે,થોડી જ વારમાં સોમનાથના પટાંગણમાં  જાણે કબ્રસ્તાન ખડું થઇ ગયું એટલા બધા મરાયા છે.
આખરે ઝફરખાનના સૈન્યે ત્રણેય બાજુથી  સોમનાથ પર મરણિયો અને આખરી હુમલો અલ્લા હો અકબરના ગગનભેદી નારાઓથી પૂરજોશથી કર્યો.ત્યારે હમીરજી ગોહિલે સોમનાથના મંદિરમાં જઈ સોમનાથ દાદાની પૂજા કરીને પોતાની જ તલવારથી ગાળાચી કરી પોતાનું માથું ચડાવી દીધું એના ધડ માંથી લોહીના ફુવારા ઉડ્યાને એમનું ધડ બહાર આવી તે ત્યાં તો ચિચિયારીઓ પાડવા માંડ્યા કે ધન્ય છે ગોહિલવીરને.
થોડાક સમયમાં મંદિરના પટાંગણમાં લોહીની નદીઓ વહીને હમીરજી એ સામેની ફોજના માથા વાઢી ખળા કરી દીધા પણ એવામાં કાળા સિપાહીએ આવીને હમીરજી ઉપર ગળી વાળો દોરો નાંખ્યો ને તેણે કબંધ ને શાંત કર્યું.
જયારે હમીરજી મરાયા ત્યારે આઈ લાખબાઈએ એવા મરશિયા ગાયા કે સોરઠી ધરતીના દરેક માણસના રુંવાડા બેઠા થવા લાગ્યા.હમીરજી ગોહિલે આઈ લાખબાઈને કહ્યું હતું કે આપ હવે મને લડતો જોવો હું દાદાને ચરણે અર્પણ થવા જાવ છું પણ હું રાજપૂત છું તો આપની કદર કરી ને મારું સમઢિયાળા ગામ આપને બક્ષીસ આપું છું.
માહિતી સૌજન્ય – કાનજીભાઈ ભુટાભાઈ બારોટ,ચલાળા.

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર