બે રબારી વીરો - ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
બે રબારી વીરો - ડૉ.પ્રદ્યુમ્ન ખાચર
એક સમયે કાઠિયાવાડની એવી ખરાબ પરિસ્થિતિ હતી કે વારેવારે મુઘલના કે સલ્તનતના ગાયકવાડી સુબો લશ્કર લઈને ખંડણી
ઉઘરાવવા ચડી આવતા અને પ્રદેશને આડેધડ ધમરોળતા જતા હતા એ સમયે કોઇપણ પ્રકારની
સ્થિરતા કે સલામતી કાઠિયાવાડમાં હતી નહિ,બધા જ ઉચ્ચક
જીવે જ જીવતા ક્યારે ક્યાંથી અટાટની ઉતરી આવે એ કઇ નક્કી જ નહિ,ઘણીવાર તો માલિકને ખબર ન હોય અને
ઉંધા માથે ફાટેલ લશ્કર ઘણો બધો દુરવ્યવહાર કરતુ પણ ખરું કોઈ ગામો સળગાવવા,પાકને નુકશાન કરવું,પશુધન હાંકી જવું કે છોડી મૂકવું વગેરે
વગેરે.આથી કાઠિયાવાડના કેટલાય ગામડાઓ નાશ
પામીને ટીંબા સ્વરૂપે થઇ ગયા હતા,આવી ભયંકરતાનો સામનો આ પ્રદેશની પાણીયાળી
પ્રજાએ કરીને પોતાના જીવ અને ઈતિહાસ અને સંસ્કૃતિ જાળવી રાખી હતી એ કઇ ઓછા ગૌરવની
વાત નથી.
એ જમાનો તલવારનો અને યુદ્ધનો અને ડગલેને પગલે વાંધો પડી જનાર વટનો
સમય હતો તો બિચારા લોકોતો એવા ફફડીને રહેતા કે ન પૂછો વાત જે ગામડાઓ મુખ્ય રસ્તા
કે કાંઠે હોય જ્યાં બહુ લશ્કરની અવરજવર હોય એવા ગામડાના લોકો તો કાચાપાકા
ઝુંપડામાં જ રહેતાને વચ્ચે એક થાંભલો ખોદી દે ને ફરતું છાજણ ઉતારીલે ને તંબુ જેવું
બાંધીને રહે ને જેવું જોવે કે ખંડણી ઉઘરાવવાવાળાના ધાડાની ઘોડાની ડમરીઓ ઉડતી ભાળે
એટલે પોતાના કુબા જેવા ઘરનો વચલો થાંભલો લઇ લે એટલે કુબો ઢગલો થઇ જાયને કોઈ જોઈ ન
શકે અથવા એમ ધારે કે કુબો પડતા લોકો ડરીને ભાગી ગયા લાગે છે તો દળકટક ત્યાં જવાનું
ટાળે અને આગળ બધે આવી લશ્કર અને લોકો વચ્ચે સંતાકુકડી રમાતી હતી ને જેવું દળકટક
ચાલ્યું જાય એટલે લોકો પાછા આવી જાયને પાછો થાંભલો ઉભો કરીને ઘર બનાવી લે ને
પૂર્વવત રહેવા માંડે.
આજ તો કાઠિયાવાડના બે રબારી વીરોની અહી વાત કરવી છે,રબારી એટલે ભોળાને પ્રકૃતિની નજીક રહેતા લોકો, રબારી એટલે સુંડલામાં ઘરવખરી ને ઊંટની માથે ઉચાળા લઈને એક કાળે ફરતી
પ્રજા,માલને ચરિયાણ મળે ત્યાં જાયને કામચલાવ વસવાટ કરે,રબારી એટલે શ્રદ્ધાના બળથી
જીવનારી પ્રજા. રબારી ઘીના છેલણ પીવે તો ભલભલા નવાઈ
પામી જાય. અરે નાગ કરડ્યો હોય તો તેને મઢમાં લાવેને સરજુ લલકારે તો વગર દવાએ બચી
જાય,દવા ડોક્ટરની નહિ પણ મઢમાં જઈ દાણા નંખાવી રોગનું કારણ જાણે માતાજી આજ્ઞા કરે
તોજ દવા કરે. તેવા વિજ્ઞાન શોધકોની અક્કલ કામ ન કરે તેવા પરિણામ આ શ્રદ્ધા લાવી
શકે. રબારીઓ એવા શ્રદ્ધાવાન કે સાચ કબુલા માતાજીના મઢે જઈને કરે જેમાં ઉકળતા તેલ
માંથી વીંટી કઢાવે,બેડી પહેરાવી દે કે લે સાચો હશે તો આપમેળે તૂટી જશે,માતાજીની
માળા ઉપડાવે.રબારીની પૂજા અર્ચના જોવો એટલે એમ થઇ જાય કે શ્રદ્ધા તો આને જ કહેવાય
એવું કરે,ભુવા આતાનું વેણ કદી ઉથાપે નહિ,વેણને વધાવામાં પૂરો વિશ્વાસ,નાત પટલના
શબ્દ ઉપર ખીલો થઇ જાય.રબારણો ૨૦ કે ૨૨ વર્ષ સુધી પૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે તેથી
કોઇપણ રબારણની આંખમાં વિકાર દેખાતો નથી બસ રબારણમાં નરી નિર્દોષતા જ હોય.
તેઓ
શિકોતર,મેલડી,ચામુંડા,સધી,વહાણવટી,દિયોદરી,વિસોત,લિંબોજ,મોમાઈ,ચેહર,હડકાઈ,ખોડિયાર,તોતળ,
સિંધવાઈ,વડેચી અને દગાઈને કાળકામાતાને પૂજે છે ને તેને માટે ગોગદેવ(નાગ)તો ખૂબ જ
પૂજનીય આસ્થાનું સ્થાન ગણાય છે.
રબારીઓનો સૌથી મોટો ઉત્સવ એટલે પૂજ મહોત્સવ તેનો સીધો સાદો એવો અર્થ
કરી શકાય કે જ્ઞાતિ મેળો. જે ઉત્સવ ચૈત્ર મહિનામાં ઉજવાય છે,કાઠિયાવાડમાં
ચોરવાડ,સીડોકર,લોએજ,બળેજ અને ઓડદરમાં મઢ છે અને ત્યાં આ પૂજ ઉજવાય છે.પૂજની આજ્ઞા
માંગવા મઢમાં પાંચ છ જણ બેસે છે ભુવા આતા,બ્રાહ્મણ,નાતનો પટલ,ગામનો વેપારી,
પીંછીધર અને પઢિયાર.
બરડાના ડુંગરના થડમાં એક ઘાટા જંગલની વચ્ચે એક સદાય આંખો ઠરે એવું
લીલુછમ ગામડું હતું કાટવાણા.
જયારે રાણા ખીમાજી પોરબંદરની ગાદીએ બેઠા ત્યારે રાજરીતને રિવાજ મુજબ
એમણે પોતાના લઘુબંધુ કુમાર ગગજીભીને કાટવાણા જીવાઈ પેટે લખી આપ્યું હતું એટલું જ
નહિ કે ત્યાં જંગલ અને વિસ્તાર સારો છે તો ગાયોનું એક ધણ પણ આપ્યું કે એમને ત્યાં
દુઝાણાની કોઈ તકલીફ નહીને સાથે સાથે બે ગોવાળો પણ મોકલી આપ્યા કે જેથી કુમારને કોઈ
ઉપાધિ જ નહિને કાટવાણામાં લીલાલહેરથી રહી શકે.
કાટવાણા જંગલની અડોઅડ આવેલું ગામને એક કાલે ત્યાં સિંહોની ડણકો પણ
સંભળાતીને દીપડાઓ તો પડ્યા પાથર્યા રહેતા હતા,આથી ગામ લોકોને એના દર વચ્ચે જ રહેવાનું ને પશુધનને પાળવાનું રહેતું
હતું.
આથી કાટવાણાની પાસે મેવાસાના જંગલમાં ગામે મળીને એક મોટો ઢોરવાડો
બનાવેલો જેમાં મોટા વિસ્તારમાં પત્થરો ખડકીને ૫ થી ૬ ફુટ ઊંચી દીવાલ કરી લીધેલીને
તેને નાનો ગઢ કહીને કે ગઢડો કહીને ઓળખતા હતા.
આ ઢોરવાડામાં કોઈ જનાવર કુદી ન પડે ને એકાદ બે ગોવાળો હોય તો પણ
હાકલા પડકારાને રીડિયા કરીને જનાવરને ભગાડી શકેને એક જ દરવાજો રાખેલ ત્યાંથી બધીય
ગૌમાતાઓ દાખલ થાયને ગોવાળો એકએકને માથે હાથ ફેરવતા જાયને વ્હાલ કરતા જાય એ રીતે
ગાય અને ગોવાળ વચ્ચે ઊંડો પ્રેમ અને લાગણી બંધાતી જાયને એ ગાયો જ ગોવાળ પર મારી
ફીટે એવી ઓળઘોળ થઇ જાય.
આમાં એક દિવસ ગાયોના આ ગઢ પર
દળકટક ત્રાટક્યુંને ગયો ભાંભરડા નાંખતીને ઉભા પૂંછડા કરતી વંડી ઠેકીને ભાગ્યું ને
ગોવાળ પણ બિચારા ગાયો વચ્ચે લપાતા છુપાતા ભાગ્યા તો દળકટક તો ઘોડા ઉપર હતું તેણે તો ગાયોની પૂંછ પકડીને
ગોવાળ તો કેટલાક ભાગી શકે તે વચ્ચે ખીજડાનું એક ઝાડ આવ્યું તો તેના ઉપર ચડી ગયાને
ગાયોને મંડ્યા વાંભ કરવાને ગાયો સમજી ગઈ કે હવે આપણા ગોવાળનો જીવ જોખમમાં છે તો
રણચંડીયુ બની બધીય ગાયો ખીજડા ફરતી ગોઠવાય ગઈ આ ધમસાણમાં કેટલાક તો હડફેટે આવીને
કચરાય ગયા.આથી એ વધુ ખીજાયા અને કાળો કેર
વર્તાવવા માંડ્યાને મંડી ઝાકાઝીક બોલવા વચ્ચે વચ્ચે ગાયો ફૂફાડા મારતી જાય છે.
આ સમયે પણ જે બે ગોવાળો રાતદિવસ ગાયો સાથે રહ્યા હતા તે થોડા ભાગવાનો
વિચાર કરે તે બને ગાયોની વચ્ચે જ જે હાથ
હતું તેનાથી લડતા લડતા લોથ થઈને પડી ગયાને ગાયોનું રક્ષણ કર્યું.
આજે પણ પોરબંદરની બાજુમાં નાગકા ગામની પશ્ચિમે કાટવાણા ગામની ભાગોળે
બે પાળિયાઓ ઉભા છે જે પાળિયાઓ છે, વીરા વાઘા રબારી અને વાશિયાંગ સાજણ
રબારી.
સમય પલટાયો,રાજાશાહી ગઈને કેટલીય સરકારો ગઈ પણ હજુ
કાટવાણા ગામ લોકોની શ્રદ્ધા એવીને એવી આ વીરોમાં અકબંધ રહી છે ને કાયમ વરસે દાડે આ
પાળિયાઓ છેલ્લા ૧૬૦ થી ૧૭૦ વર્ષથી સિંદુર,શ્રીફળને ચોખા
જુવારવામાં આવે છે.
**************************
Comments
Post a Comment