જૂનાગઢનો ઘેરો
જૂનાગઢનો
ઘેરો
ભારતભરના લોકોમાં ગિરનારનું અનેરું
મહાત્મય રહ્યું છે કારણકે ગરવા ગિરનારમાં ગુરુ દતાત્રેય,ચોરાસી સિદ્ધ,જોગી,જતી,તપસ્વી
અને અનેક દેવીદેવતાઓ બિરાજમાન છે.ગરવા ગિરનાર અને ગીર ને સોરઠનું વર્ણન અનેક
ચારણ,બારોટ,ભાટ અને કવિઓએ એવું રસ દાયક રીતે કરેલ છે કે સાંભળનારને ગાંડી ગીર અને ગિરનારના જરૂર દર્શન કરવાનું તરત
જ મન લલચાય જાય.
એક સમયે પાટણના
દરબારમાં એક બારોટજી એ આવીને ગીર,ગિરનાર અને દામોદરકુંડના ભરપુર વખાણ માંડ્યા તે
પાટણના રાણી તો બારોટજી ઉપર ઓળઘોળ થઇ ગયા ને ખુશ થઈને તેને સવાઘો આપીને ખુશ કર્યા.
રાજમાતાને હવે
તો રાતદિવસ ગિરનારનું જ વર્ણન કાનમાં ભમે છે તો રાજમાતાએ હુકમ કર્યો કે ચાલો ગરવા
ગિરનારના દર્શને જવું છે તો સોલંકી રાજવીએ
લાવ લશ્કર અને રસાલાને હુકમ કર્યો કે રાજમાતાને ગિરનારના દર્શને જવાનું હોવાથી તેની સાથે તમારે ચાલવાનું
છે, આ ભવ્ય સવારીમાં નિશાન,ડંકા,વિવિધ વાજિંત્રો ઢોલ,ત્રાંસા ભેગા લીધા છે ને
ઘુંઘરમાળ વાળા રથ વેલ માફા જોડીને નીકળ્યા છે કે સોરઠ ક્યારે વહેલું આવે એવી વાટ
છે અને થોડા સમયમાં તો આ જલસામાં વાટ કપાય ગઈ અને ગિરનારના પાદરમાં પહોચી ગયા પણ જૂનાગઢ રાજના નોકરોએ આ રસાલાને પાદરમાં અટકાવ્યો
કે એય થોભી જાવ અહી જૂનાગઢ રાજનું દાણ
ભરશો પછી જ આગળ જવા દેવામાં આવશે,આગળ ચાલનારા કહે એલાવ તમને ખબર છે આ સંઘમાં કોણ છે ?
ગુજરાતની રાજમાતા છે.
પેલા માણસો કહે
એ અમે કઈ ન સમજીએ અમારા રાજનો કાયદો છે કે અહીંથી આગળ જતા લોકો પાસેથી દાણ લેવું
જો એ ભરશો તો જ અમે આ સંઘને આગળ જવા દેશું એ લોઢામાં લીટી છે.
આ બધી વડછડ
રાજમાતા પણ સાંભળી ગયા કે અરે આ તો કેવા જડ રાજાનું રાજ અહી છે,ગુજરાત અને બાણું
લાખ માળવાના ધણી સોલંકી રાજવીનું અહી જૂનાગઢમાં આવું માનપાન.આવું તો કેમ ચલાવી
લેવાય ? તે તરત જ રાજમાતાએ સંઘને આદેશ આપ્યો કે હવે તો જે દિવસે ગિરનાર ઉપર પાટણના
સોલંકીના રાજનો ધ્વજ ચડશે તે દિવસે જ ગિરનારના દર્શન કરવા છે.
થોડા સમયમાં તો
સંઘ લીલા તોરણે પાછો પાટણ પહોચી ગયો અને રાજવી દુર્લભસેન ને ખબર પડી કે જૂનાગઢમાં
મારી માં નું આવું અપમાન થયું છે તે તરત જ રાજ્યના લશ્કરના વડાને હુકમ આપી દીધો કે
જાવ સોરઠ ઉપર ચડાઈ કરો અને ત્યાંના રાજાને પકડીને પાટણમાં હાજર કરો અને ત્યાં
પાટણનો ધ્વજ ફરકાવો પછી જ બીજી વાત.
આમ દાણ કે માર્ગ
વેરો ભરવા માંથી વાત વણસી અને લશ્કર નીકળ્યું અને વાત વાતમાં એ લશ્કર જૂનાગઢ તરફ
નીકળ્યાનું રા ડિયાસએ સાંભળતા તો તેણે સલામતી ખાતર જૂનાગઢના નવેય દરવાજાઓ બંધ
કરાવી દીધા અને જૂનાગઢના ફરતા કિલ્લાની રાંગમાં હારબંધ બંદુકો વાળા પણ ગોઠવી દીધા ને એટલું જ નહિ જૂનાગઢની ફરતે લશ્કર ગોઠવી દીધું
કે જોઈ લેવું છે કે ગુજરાતનો રાજવી કેમ
જૂનાણાની કાંકરી ખેરવી શકે છે.
આથી ગુજરાતના
લશ્કરનો સેનાપતિ મુંજાયો કે જૂનાગઢના કિલ્લા ઉપર હવે કેવી રીતે ચડાઈ કરવી,આથી તેણે
એક યુક્તિ કરી કે કાઠિયાવાડના રાજાઓ
ચારણ,બારોટને આપેલા વચન ઉપર મરી ફીટે એવા હોય છે અને પાછા પોતાની બિરદાવલી
અને ઈતિહાસ સાંભળતા ખુશ પણ બહુ જલ્દી થઇ જાય છે તો રા ડિયાસ પાસે આપણે આપણા બે
માણસો કવિરાજ બનાવીએ મોકલીએ.
આથી બે જણા તૈયાર થયા કે હા અમે જઈને
જૂનાગઢ અંદરની માહિતી લઈ આવીએ તે સવારે સંગો અને રંગો નામના બે જણા ને કવિરાજ
બનાવી મોકલ્યા,એ બે કવિઓએ જૂનાગઢના દરવાજા અંદર પોતાના નામ ઠામ અને આવવાનું
પ્રયોજન લખાવી દાખલ થયાને પછી તો ઉપરકોટના પડખામાં રાંગ હેઠે ઉભા રહી બને મોટે મોટે થી ઢોલક અને સારંગી બજાવી ગાવા
માંડ્યા ને દુહા ઉપર દુહા લલકારતા જાય છે.
આવું સાંભળતા
રાજમહેલમાં બધાના કાન ચમક્યા કે આવી બિરદાવલીઓ મધુર કંઠે કોણ ગાઈ છે,બહાર આવી તપાસ
કરતા ખબર પડી કે આ તો કવિઓ છે તે તેમને રાજમહેલમાં અંદર લઈ ગયા ને ત્યાં પણ કવિઓએ
બુલંદ કંઠે ગીતો લલકારતા રા ડિયાસ વધુ ખુશ થઇ ગયા અને કહે માંગો માંગો કવિરાજ શું
આપું ?
પેલા કહે
જૂનાગઢનો ધણી રા બોલે છે ને ?રા કહે અરે ફેર પડે તો અમે જદુવંશી મટી જઈએ.
એ
રાત,સમે ઉગે રવિ અને દી થઇ જાય રેણ
દેવ ફરે
પણ રા ડિયાસનું,બોલ્યું ફરે ન વેણ.
આટલું રા પાસેથી સાંભળતા તો આ બને કવિરાજે સામે દુહો લલકાર્યો
કે
એ દે દાની રા ડિયાસ,હું માંગણ માથા તણો,
પૂરણ
કરી દો આશ,માથું ભવનાથ ચડે.
તો રા ડિયાસ આપો આપનું માથું જો વચનપાલક હો તો,આટલું સાંભળતા
તો દાયરો સ્તબ્ધ બની ગયો કે આ શું ?
પણ વાત ડાહ્યો
દરબારી બોલ્યો કે કવિરાજ તમે માથું માંગો છો કે મોડ (તાજ)
કવિરાજ કહે બને માથું અને મોડ, આથી તરત જ શંકા પડી કે આ કોક આયોજનબદ્ધ
રીતે આવેલા દુશ્મનના માણસો છે તો બને ને પકડી લેવામાં આવ્યા અને સાચી વાત આમાં શું
છે એ કહેવા એવા ધમકાવવામાં આવ્યા તે બને એ પોપટની જેમ આખી વાત કરી દીધી કે વાત આમ
છે.
આ પછી તો રા
ડિયાસે પોતાની ફોજને હુકમ કર્યો કે હવે આપણે નીકળો જૂનાગઢ બહારને રાંગ ઉપર રાખેલ
બંદુક સવારોને પણ સજ્જ કરી દીધા અને મારો
કાપોના હાકલા પડકારા થવા માંડ્યા.
સોલંકી રાજનું લશ્કર પણ સતેજ થઇ ગયું
અને જૂનાગઢના નવ માંથી ચાર દરવાજા તોડી ગુજરાતના સોલંકી રાજનું લશ્કર ઉપરકોટ સુધી
પહોચી ગયું ત્યાં તો ખુદ રા ડિયાસને બે
હાથમાં તલવાર લઇ લડવા આવતા જોયાને રા ઉપર એવો જોરદાર હુમલો કરતા કરતા રા ડિયાસને ત્યાં જ પોંખી લેવામાં આવ્યા ને
થોડીવારમાં રા એ જીવ ગુમાવતા જૂનાગઢના લશ્કરમાં નાસભાગ મચી ગઈ અને હિમત હારી ગયા
ને ગામમાં ખબર પડતા જૂનાગઢ વાસીઓ પણ માંડ્યા ભાગવા કે આ તો હવે જૂનાગઢમાં ગુજરાતનો ધ્વજ ચડશે.
બીજીબાજુ રા ડિયાસના રાણી સુરૂપાએ સતી થતા પહેલા પોતાના
બાળકુંવરને પોતાની દાસી અડી અને ચડી ને
સોંપ્યો કે લે આ કુંવરને તમે આહીર દેવાયત બોદરને ત્યાં સોનલ આહિરાણી પાસે પહોચાડી
દેજો એટલું કહી રાણી ચિતા ઉપર ચડી ગયા અને મંડ્યા જય સતીમાંની જય હો ના પોકારો પડવા માંડ્યા.
જયારે અડી ચડી અને વાલી વડારણ અને ભીમડા
એ રા ના કુંવર નવઘણને દેવાયત બોદર ને ત્યાં પહોચાડી દીધો અને એ મોટો થતા તેણે જૂનાગઢની
ગાદી પાછી મેળવી અને ઉપરકોટમાં પેલી દાસીઓની યાદમાં એના નામની વાવ બંધાવી જેને અડી
ચડી વાવ નામ અપાયું, બીજા એક ઉલ્લેખ મુજબ નવઘણએ જે કૂવો બંધાવ્યો તેનું નામ ઉગા
નવઘણ કૂવો રાખ્યું હતું પણ લોકજીભે નવઘણ કૂવો જ નામ ચડ્યું .આ વાવને કૂવા વિશે
કહેવાય છે કે
અડી ચડી વાવને નવઘણ
કૂવો,
જેણે નો જોયો ઇ જીવતો
મુવો,
ત્યાં સમરણનો જગન
હૂવો,
પારસ પીપળીને સુરૂપા
પાન
સમરણ થાય રે એની
માતાને સ્થાન.
નોંધ:- અહી જે કવિરાજ કહ્યા તે એક
ઉલ્લેખ મુજબ તેમાં એક બીજલ ચારણ હતો અને રા ડિયાસે સ્વહસ્તે માથું ઉતારી બીજલને
દાનમાં આપેલ કહેવાય છે અને તેને લગતા અનેક દુહાઓ પણ મળે છે,પણ આ વાર્તા અનેક સ્વરૂપે અનેક રીતેને નામે જોવા મળે છે.
Comments
Post a Comment