રાજ ડાયરામાં ચડાચડી
રાજ ડાયરામાં ચડાચડી
એક દિવસ જૂનાગઢની કચેરીમાં સર્વે હકડેઠઠ
ભરાયા છે અને જાત જાતની વાતું થઇ રહી છે. એકબીજા એવા મોજમાં આવીને એકબીજાના વખાણો
કરે છે એમાં વળી એક કવિએ આવીને અગાવ અરજણજી
માટે કહેવાયેલો ટાપસી પૂરતો દુહો કીધો કે.
અરજણ એક આંખ સાલેમન
સુલતાનને,
બીજા બે આંખ જાયા કોઈ જાણે
નઇ.
આ દુહા વખતે રાખેંગાર ત્રીજના દરબારમાં
મુખ્ય બે સામંતો સામસામે આંખો ફાડીને બેઠા હતા એક હતા અરજણજી ગોહિલ અને બીજા હતા
વીજા વાજા.આ બને સામંતોની બહેનો રાખેંગાર ત્રીજાને પરણાવી હતી. અરજણજી ગોહિલના
બહેનનું નામ હતું લીલાદેવી અને વીજા વાજાના બહેનનું નામ હતું દેવળદેવી.આ સંબધે દરબારમાં
જે કોઈ આવનાર હોય તે બને સાંમતોની ખુશામત કરીને પોતાનું કામ કઢાવવાની કોશિશ કરતા
હતા,પરંતુ જયારે જાહેર રાજ દરબારમાં એકબીજાની કોઈ ખુશામત થાય અને ડાયરો સાંભળતો
હોય ત્યારે તેની પરીક્ષા વાતવાતમાં શુરવીરો દ્વારા થતી હતી.
જ્યાં હજુ
અરજણજી ગોહિલના વખાણ પુરા થયા નહોતા ત્યારે વીજો વાજો દરબારમાં પ્રવેશ્યો અને હરખભેર
કહેવા લાગ્યો કે જોવો ડાયરો આ મારી નવી તલવાર કેવી છે,આથી ખુશામતના ઘોડા પૂરમાં
આવીને દરેક દરબારીઓ તલવારના બે મોઢે વખાણ કરવા માંડ્યા કે વાહ વાહ આ તલવારનું કોઈ
મૂલ ન થઇ શકે ત્યાં વળી બીજા એ તલવાર માટે રૂપક વાપર્યું કે ‘સો વિઘાનું ખેતર હોય અને તેમાં રાંપ ક્યાય અટક્યા વગર જાય
તેમ દુશ્મનો ઉપર ક્યાય પણ અટક્યા વગર જાય એવી આ તલવાર છે. સાચો ક્ષત્રિય ખોટા વખાણ
કદી સાંખી શકતો નથી અને તેનો તે જાહેરમાં જવાબ આપે જ છે,આથી અરજણજી ગોહિલ આવી
અતિશયોક્તિ વાળી વાતથી આગ બબૂલા થઇ ગયા અને એ તલવારને તીરછી નજરે જોઇને કહ્યું કે
તમે બધા સો વિઘાના ખેતરમાં રાંપ જાય અને ક્યાય અટકે નહિ તેવી રીતે દુશ્મન ઉપર જાય
તેમ કહો છો પણ એ ખેતરમાં વચ્ચમાં ઝાડનું એક ઠુંઠું આવે તો રાંપ અટકી જાય અને વળી
જાય એમ તો જો કોઈ વીરપુરુષની તલવાર સામી
મળે તો વીજા વાજાની તલવાર પળવારમાં વાંકી વળી જાય કચેરીમાં અરજણજીના આવા વેણ
સાંભળતા વીજા વાજાને પણ પોતાનું અપમાન થતું લાગ્યું અને એ અપમાન હળવું થતું રોકવા
માટે ધોલ મારીને મોઢું લાલ કર્યા જેવું કર્યું કે અરે અરજણજી તમે શું નાખી દીધા
જેવી વાત કરો છો એવા કોઈ વીરપુરુષ મારી તલવાર આડી આવે અને એ ઠુંઠું થઇ જાય એવો
સોરઠની ધરતીમાં એવો કોઈ પુરૂષ જન્મ્યો નથી અને જન્મવાનો નથી,છતાં જો તમને મારી
તલવાર ઉપર શક હોય તો હું એ શકને ભાંગવા તૈયાર છું, અરજણજી ગોહિલ છતાં હજુ ટાઢાટોળે
છે કે વીજાજી આવું ખોટું અભિમાન ન રખાય આ દુનિયામાં શેરને માથે સવાશેર હોય જ બાકી આવા ડાયરામાં તો ખુશામત કરીને આપણને
ઢમઢોલ બનાવી દે તો આ બધું આપણે ક્ષત્રિયોએ જોઈ જાણી અને સમજીને ચાલવું જોઈ પરંતુ
વિજો વાજો આવું કોઈ જ્ઞાન માનવા કે સ્વીકારવા તૈયાર નહોતો.
વીજો વાજા કહે
તમે આવી ડાહીડાહી વાતો કરો છો અને તમે તો તમને મનમાં શુરવીર જ માનો છો તો તમે
તૈયાર થઇ જાવ તો આ તલવારનો સ્વાદ તમને ચખાડીને પરીક્ષા આપી દઉ એમ કહી વિજા વાજાએ
કસકસતા હાથે પોતાની તલવાર ખેંચી ત્યારે અરજણજી ગોહિલને થયું કે હું ય ક્ષત્રિયનો
દીકરો અને આ ય ક્ષત્રિયનો દીકરો તો એમ કઈ થોડું ભર સભામાં અપમાન થવા દેવાય,આથી એણે
કહ્યું કે થઇ જાવ તૈયાર.
આમ કચેરીમાં
વાતનું વતેસર થતા અને વાત વટે ચડતા રાખેંગાર ત્રીજાએ ઉભા થઈને બનેને શાંત પાડવા
કોશિશ કરી અને કચેરીને બરખાસ્ત કરી.
આ વાત થોડી જ
વારમાં કચેરીમાં પહોચી ગઈ અને બને શુરવીરોની રાણીઓ આ વાત સાંભળી ચિંતામાં ડૂબી ગઈ
અને આ ચડસા ચડસી નિવારવા વીજા વાજાની બહેન દેવળદેવીએ લીલાદેવીને કહ્યું બહેન
અરજણજીને કહોને કે એ મારા ભાઈની માફી માંગી લે,લીલાદેવી કહે તમારા ભાઈ જેવો જ મારો
ભાઈ શુરવીર છે એ કઈ કાચો પોચો નથી તે માફી માંગી લે દેવળદેવી કહે તો કઈ વાંધો નહિ
તમે ભાઈને કાલ ખોઇ બેસશો.લીલાદેવી કહે અરજણજી એમ કઈ પાછા પડે તેમ નથી જો એને દગાથી
ન મારે તો લીલાદેવી કહે મારા ભાઈને જો દગાથી મારવામાં ન આવે અને પોતાનો વાડેઓ લીધા
વિના મરે તો એ મારો ભાઈ જ નહિ,વળી દગાથી મારવામાં આવે અને તરત જ તેનું વેર લેનાર ન
મળે તો અરજણજી મારો ભાઈ નહિ અને તેના મરણનો શોક નહિ કરું અને સ્નાન પણ નહિ કરું એ
મારી પ્રતિજ્ઞા છે.
આવો પાછો વાદ વિવાદ
વકરતા અરજણજી પણ મુંજાણા કે મારનારને કંઈપણ ઈજા કર્યા વિના મરું તો જ બહેનનું વચન
રહે પણ વીજો વાજો જાણતો હતો કે અરજણજી ગોહિલ કોઈના ખાધા જાય એવા નથી અને અનેકની લોથો
ઢાળી ને ઢળે એવા છે.આથી વીજા વાજાએ પણ નક્કી કર્યું કે એને દગો કરીને જ મારવા અને
બહેન નું વચન પાળવું.
એક દિવસ વહેલી
સવારે અરજણજી ગોહિલ ચોસલા ગામ પાસે બેલડીયા મહાદેવે શ્રાવણમાસના દર સોમવારે મહાદેવની પૂજા કરવા જતા
અને ત્યાં ત્રણ કલાક ધ્યાનસ્થ બેસતા હતા.ત્યાં વીજો વાજો જૂનાગઢથી છ વિસુ સવારો
લઈને આવ્યો અને ગઢાળીથી બે ગાઉં દૂર બેલડીયા મહાદેવે આવીને મંદિરને ઘેરી લીધું અને
પડકાર કર્યો કે માળા હવે છોડી દયો અને આવી જાવ સામા પણ અરજણજીએ ઇશારાથી કહ્યું કે
આ માળા પૂરી કરી લેવા દયો.
આ તક જોઇને વિજળ
વાજાએ આંખનો ઈશારો કરતા અરજણજી ગોહિલ પર ઘા કરતા અરજણજીનું માથું ભોળાનાથ ઉપર જઈ
પડ્યું.
એમ કહેવાય છે
અરજણજીની માળા પૂરી થતા માથા વિનાનું ધડ ઉભું થયું અને મસ્તક કાપનારના તલવારના એક
ઘા એ બે કટકા કર્યા અને ધડ દેરીના ત્રણ પગથિયા ઉતર્યું અને બીજાને પણ ત્યાને ત્યાં
પૂરો કર્યો એ પછી ધડ બેલડીયા મહાદેવના મંદિર પાછળ જઈ પડ્યું જ્યાં આજે પણ અરજણજી
ગોહિલનો પાળિયો ઉભો છે.આ પછી વીજો વાજા ન લોયો જાય માટે અરજણજી ના સગાઓ પડ્યા હતા.
તા. ૯-૪-૨૦૧૭ મુંબઈ સમાચાર
Comments
Post a Comment