દલિત કન્યાઓની પ્રતિજ્ઞા
દલિત કન્યાઓની પ્રતિજ્ઞા
ખાનદાની,રખાવટ અને દિલાવરી કે પ્રતિજ્ઞાના કોઈ
ચોકકસ માપદંડ કે ધોરણો નથી કે એ ક્યાં પ્રગટે ઘણીવાર તો દિલાવરી,દાતારીને વટ અને અડગતા નાના ખોરડે પણ પ્રગટે ત્યારે આ વાત સાચી લાગે
છે કે એ તો જેના કપાળે વિધાતાએ જેવા લેખ લખ્યા હોય ત્યાં જ એ આવે માત્ર કોઈ
ઉચ્ચકુળે જન્મ લેવાથી બધા સદગુણો આવી જ જાય એવું બનતું નથી,નહીતર તો કોઈ ઉચ્ચકુળમાં નબળા માણસો પાક્યા જ ન હોત.
આજે સમાજના છેવાડાના અને નાનામાં નાના અને એ યુગમાં તો સમાજમાં જેમની
આભડછેટ હતી એવા કુળની વાત કરવી છે કે એ કુળની દીકરીઓએ અડગતા ને પ્રતિજ્ઞા શું
કહેવાય એ બતાવી દીધું.
આ દીકરીઓનું ગામ હતું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું સારદીકા ગામ.એ ગામમાં કાળો ભગત અને હાંહબાઈ કરીને એક દલિત ભક્ત દંપતિ રહે બિચારા નાનામોટા કામો કરે છુટક
મજૂરીએ જાય પણ દંપતિ જીવનું દાતાર અને રોટલે મોટા એ નાની આવકને પણ મોટી દેખાડીને
સાધુ સંતોની સેવા કરે તેને રોટલા પુરા પાડે,આથી દલિત ભક્ત
દંપતિને આંગણે સાધુ સંતોની ઠઠ જામે એ સાધુઓ પણ જીવમાત્રમાં ભગવાનના દર્શન કરી બીજું
લાંબુ ટૂંકું કઇ જોવે નહિ ને આ દંપતિને ત્યાં આવે બાકીતો એ યુગમાં દલિતને ઘેર કોઈ સાધુ
આવે તો ન કરવાની થઇ જાય ને સમાજ આખામાં ટીકાપાત્ર થઇ જવાય પણ સંતો આ બધું એકબાજુ
રાખીને કાળા ભગતની સાથે વ્યવહાર રાખે.
ઈશ્વરે કાળા ભગતને ત્યાં ફૂલ જેવી કોમળ ચાર દીકરીયું અને એક દીકરો
દીધો છે (૧) લક્ષ્મી (૨)ધૂના (૩) કુરબાઈ (૪) જીવી (૫) રૂડો
ઘર દલિતનું પણ ઘરમાં એવા તો પાકા નિયમ છે
કે ઘરમાં જ મંદિર,તુલસી ક્યારો,ગાયની સેવા,નાહીને જ જમવું, માળા ફેરવ્યા વિના રાત્રે જમવું નહિ ,હક્કનું જ ખાવું અને અખાધનું તો સ્વપ્નમાં પણ નામ લેવું નહિ.
પણ કાળો ભગત હવે ચિંતામાં પડી જાય છે કે બધુય સારું છે પણ ચાર
દીકરીઓને આ રીતે સંસ્કારમાં અને રખાવટ અને નીતિમતામાં ઉછરી છે તો તેને લાયક દુનિયાના ક્યાં છેડામાંથી દલિતનું ઘર શોધીશ.કાળો ભગત સગા માતરને અને આખા કાઠિયાવાડમાં પૂછી ફરી વળ્યા પણ આ
દીકરીઓને લાયક કોઈ ઠેકાણા ધ્યાનમાં બેસતા નથીને કાળા ભગતના કાળજાને આ વાતનું દુઃખ
કોરી ખાઈ છે.
એક દિવસ આ દંપતિ બેઠા બેઠા બને કોચવાઈ રહ્યા છે કે હવે શું કરશું
બંનેની આંખમાં દીકરીઓની વાત કરતા કરતા દડદડ આંસુડા પડે છે આ દ્રશ્ય મોટી
દીકરી લક્ષ્મી જોઈ ગઈ,આથી લક્ષ્મીએ બધી જ બેનોને બોલાવી વાત
કરીકે બેનું આપણા માટે બાપુજી કેવા ચિંતામાં છે તો બેનો કહે અરે આપણી શેની ચિંતા
આપણે તો સો ટચના સોના જેવી છીએને, લક્ષ્મી કહે અરે મારી બુન એમ નથી આપણે
લાયક નાતમાં મૂરતિયા જડે તેમ નથી જ.
પળવારનો પણ વિચાર કર્યા વિના ત્રણ બેનો બોલી ઉઠી કે તો આપણે પરણવું જ નથી પછી મૂરતિયાઓ ગોતવાની
ચિંતા શેની.
બધી બહેનો એક સંપ કરીને આવી બાપ પાસે કે બાપુજી અમારો પાકો અને અડગ
નિર્ધાર છે કે અમારે ત્રણે તો એ સંસાર માંડવો જ નથી ને આપની અને સંતોની અભ્યાગતોની
સેવા જ કરવી છે,આથી તમે જો અમારી ચિંતા હવે કરો તો
તમને અમારા ત્રણેયના અને પાલણપીરના સમ છે ને આજથી આ સંસારના તમામ પુરુષો અમારા
માટે ભાઈને બાપ સમાન છે.
કાળો ભગત અને હાંહબાઈ ઘડીક તો થંભી ગયા કે આ દીકરીઓ શું કહે છે પણ
આંખો વિંચી વિચારીને તેને પણ સુજી જતા માબાપે ત્રણેય બેનોને માથે હાથ મૂકી કહ્યું
કે જાવ તમે તમારા માબાપને ઉજાળ્યાને કાયમ તમારું નામ નવખંડ ધરતીમાં કાયમ જાગતું રહેશે એવા આશીર્વાદ
દીધા.
આ પ્રતિજ્ઞા પછી તો ચારેય બહેનો સતત જાગૃત રહે છે કે ક્યાંક આ જુવાની
અને જોબન આપણને હેઠા ન ઉતારી દે એ વાતનું રાતદિવસ ધ્યાન રાખે છે.
ચારેય બહેનો કામકાજ કરે મજૂરીએ જાય પણ જુવાની તો માંડી સમયાંતરે ડોકિયા કાઢવા પણ કોઈની
મજાલ નથી કે કાળા ભગતની દીકરીયું સામે નજર માંડી શકાય.
થોડા સમયમાં તો કાળા ભગતનો રૂડા નામનો દીકરો મોટો થયો તે તેના ઠેકાણા
ગોતવા નીકળ્યા તો નાતવાળા કહે પોતાની દીકરીઓને ઘરે બાંધી રાખી છે ને બીજાની
દીકરીયુંને વહુ કરવી છે એવું તો ક્યાંય હોતુ હશે ?લાકડા બાળવા હોય તો ઝાડવા વાવવા જ પડે હો આમ એકલા વ્યવહાર ન હાલે.
આથી જીવીએ પરણવાની હા પાડી અને ભાઈ બહેનના લગ્ન કર્યા.કાળા ભગત તો ઉમર થતા સ્વર્ગે સિધાવ્યા પણ હવે રૂડાને ગામ મેણા દે છે
કે એલા રૂડિયા તું કેવો છો આ ટબા જેવી ત્રણ ત્રણ છોડીયુ ને ઘેર રાખી બેઠો છે વળી
તમારે ઘેર માણસોની અવરજવર કેટલી બધી રહે
છે તો તેમાં કોણ કેવું હોય કોને ખબર? આ કળજુગના કોક દી કોકનો પગ લપટાશે તો તારા બાપને
માથે કાળી ટીલી બેસશે આટલામાં તું સમજી જા બાકી જેવી તારી મરજી ?.
આથી રૂડાને જે ધૂન ચડી ગઈ તે
બહેનોને પૂછ્યા વિના સગાઈઓ નક્કી કરી દેશ પેટે પૈસા લઇ આવ્યો.
જેવી બહેનોને ખબર પડી તો કહે એ તો કદી બને જ નહિ શું અમે અમારી
પ્રતિજ્ઞા તોડીએ,બહેનો એ ભાઈની હઠ સામે અન્નજળ ત્યાગ્યા
પાંચમો દિવસ નકોરડો ગયો,ગામમાં વાતુ ફેલાય ગઈ આગેવાનો આવ્યા ખૂબ
સમજાવ્યા પણ આ દીકરીયું જરા પણ માનતી નથી કે એ તેની પ્રતિજ્ઞા તોડે ત્યારે બધાએ
રૂડાને કીધું કે આ દીકરીયુંને કોચવવી રહેવા દે એના આડે આવમાં
રૂડો કહે મારે નાતમાં મોઢું શું દેખાડવું મેં દેશના પૈસા લઈ લીધા છે
તો હું એ કરતા મોતને જ વહાલું કરી લઈશ,એવું કહેવા છતાં
દીકરીયું માની જ નહિ કે બાપની સામે
પ્રતિજ્ઞા લીધીએ અમે તોડીએ એવી અમે નથી જ.
આખરે રૂડાને પણ સત્ય સમજાણું ને તેણે હઠ મૂકીને દેશના પૈસા નાતીલાને
પાછા આપ્યા ને ત્રણેય બેનું તેજ અને અડગતા જળવાય રહી ને જીવી ત્યાં સુધી અડગ અણનમ
અને અણીશુદ્ધ જીવતર જીવી જાણ્યું.આવી શીલવંત અને અડગ નારીઓ આ દેશમાં થઇ
છે.
કથાબીજ સૌજન્ય * બાપલભાઈ ગઢવી
Comments
Post a Comment