રામ આહીરનો કડક ત્યાગ


રામ આહીરનો કડક ત્યાગ
                કાઠીયાવાડમાં એક કાલે જુદા જુદા નામે કેટલાક પ્રદેશો ઓળખાતા હતા જેમકે હાલાર,ગોહિલવાડ,સોરઠ,બાબરિયાવાડ અને ઊંડપ્રદેશ,એમાં આ ઊંડ પ્રદેશમાં ખાનદાન સોરઠીયા આહિરનું એક ઘર છે.એનું ઘર એવું કે જોનાર દંગ રહી જાય એવું ચોક્ક્ખું ચણાક અને આહીરાણીઓ હાથની ગારથી એવું ચળકતું હતું અને આ આહીરો ગાયો,ભેંસો,ઊંટ,ઘોડા જેવા પશુપાલનનો ધંધો કરે છે,આ ચોખ્ખાં ચણાક ઘરમાં રામ અને લક્ષ્મણ જેવા હેતપ્રિત ધરાવતા બે સગાભાઈઓ રહે છે જેના નામ છે મુળુ અને રામ .એના માબાપે કેટલાય સમય પહેલા સ્વર્ગની વાટ પકડી લીધી હતી પણ ઘર જોરૂકું બળુકું અને આબરૂદાર આથી ખાધેપીધે તો કોઈ દુઃખ નહિ અને બસ સાચો જ ખોરાક દૂધ,ઘી,માખણ,દહીં અને ચોખા ઘીના લડવા આવો સાચો ખોરાક ખાઈને મુળુ અને રામના એવા હાડ ગજા કરી ગયા છે કે કોઈને ખબર ન પડે કે આ હજુ ૧૨-૧૫ વર્ષના હશે.માબાપની રળીયામણા ઘરમાં ખોટ હોવાથી સગા વ્હાલા ભેગા મળીને નાનપણમાં જ મુળુને સોનબાઈ સાથે પરણાવી દીધો પણ આ નવી આવેલી આહીરની સોનબાઈ એટલે અન્નપૂર્ણા અને સરસ્વતી  અને તેનું રૂપ તો જાણે સંઘેડા ઉતાર ઘાટનું જે કોઈ આ આહિરના ખોરડે આવે એ એમ કીધા વિના ન જાય કે વાહ આ તો દેવ રંભા જેવી આહિરાણી ઘરને દીપાવીને સુરજના પ્રકાશને ઝાંખો પાડી રહી છે,મુળુ અને સોનબાઇને પણ એવો મનમેળ થઈ ગયો કે બેય સારસ અને સારસીની જેમ જીવતર ગુજાર્યે જાય છે.
      મુળુ રોજ વહેલો સવારે ઉઠે અને ઢોરઢાંખરને સરખા કરે નીરણ નાંખે અને સોનબાઈ આંગણાને વાળી ચોળી વાસીદા કરી રળીયામણું બનાવે અને બેય જણાના મનમેળ અને એક સરખાપણાથી ખેતી અને પશુપાલનની એવી જબરી આવક વાલોનાથ દેવા માંડ્યો.
      સોનબાઈ પોતાના દિયર રામ ઉપર સગી જનેતા જેવું હેત રાખે,સવારનું શિરામણ,બપોરનું જમવાનું અને રાતના વાળુમાં કોઈ કચાસ રાખે નહિ અને પુરા ભાવથી જાત જાતના ભોજન જમાડે છે,આવું જેના ઘરમાં સુખ હોય એના ધણી પછી શું કામ માય કાંગલીના રહે.આહિરના ઘરના ઘરમાં ચારેકોર આનંદ આનંદ અને મજા મજા છે,ઘરમાં કોઇપણ આવેતું પણ નાની સરખી ખામી શોધી શકે એમ નથી.
      મુળુની વહુ જોવામાં સાવ ફૂલની કલી જેવી લાગે પણ તેનામાં સમજણ અને અમીરાતનો પાર નથી તો આજુબાજુના ગલઢેરાને પણ કોઈક વાતનું ઓસડ પૂછવાનું મન થાય છે,પરંતુ ઘણીવાર એવું બને છે ને કે સારસ સારસી,મેના પોપટની જોડી કુદરતને પણ ખૂંચવા લાગે છે,તે અહી પણ એવું જ બન્યુંને મુળુ ટૂંકી જ માંદગીમાં સ્વર્ગે સીધાવ્યો ત્યારે આહિરના ઘરનું જાણે કે મોભારું જ ભાંગી ગયું અને સોનબાઇએ કુંજના બચલા જેવો કાળો કળેળાટ કરે છે અને મુળુની લાશ આગળથી આઘી ખસતી નથી,ત્યારે સોનબાઈ ને બે ત્રણ પડછંદ આહિરાણીઓએ બાવડેથી જાળીને મુળુના દેહથી અળગી કરી અને કહ્યું કે બાઈ બસ આપણું ભગવાને ઊંધું વાળી દીધું.પછી મુળુના દેહને અગ્નિદાહ દેવાયો.બીજી બાજુ સોનબાઈના વાલેરા દેરરામને પણ કોઈ સાધ રહી નથી અને એ પણ સૂનમૂન જેમ જ પડ્યો રહે છે,આહિર ડાયરો રામને સમજાવે છે કે હવે તું વ્રજની છાતી કરી લે એજ આનો ઉપાય છે અને બીજી બાજુ સોનબાઈનું પણ કોઈ રાતદિવસ ધ્યાન રાખવા માંડ્યા કે આ ક્યાંક કઈ કરી ન બેસે ?મુળુનું બારમું ગયું છ માસી ગઈ વરસી ગઈ ત્યારે સગાવ્હાલા સૌ વિચારે છે કે સોનબાઈતો અખંડ લીલા સાંઠા જેવી જ ગણાય તો એના માટે કૈક નાત રિવાજે વિચારવું જોઈએ પણ સોનબાઇ કે અરે મારા ભાગ્યમાં પતિ સુખ લખ્યું હોય તો આવું થોડું થાય,બસ હવે તો મારે પ્રભુ ભજન કરીને જ આ દેહને ધીરે ધીરે ગાળી નાખવો છે તો તમે મને કોઈ પિયરમાં લઈ જઈ એક ભાવમાં બીજો ભાવ કરાવતા નહિ.
      તોડક સમયમાં સમય જતા થોડું દુખ ભૂલાતા દિયર રામ અને સોનબાઇએ હતું એવું ને એવું સંભાળી લીધું,એવામાં એક દિવસ આહિર ડાયરો ચોરે બેઠા બેઠા વાતું કરે છે કે આ રામનું હવે કૈક કરવું જોઈએ પણ સોનબાઇ ખાનદાન અને નછોરવી છે એટલે રામ ઉપર છેડો નંખાવીએ તો કેમ રહે,બધા કહે એ તો સોનાથી પણ ઉજળું કહેવાય,ત્યાં વળી કોઈક વાત ડાહ્યું બોલ્યું કે પેલા સોનબાઈનો તો મખરાબ જાણી લ્યો,તે બધાયે ઠરેલ બુદ્ધિની એક આહિરાનીને સોનબાઇ પાસે મોકલી બધી વાત કરી કે તું જ આ ઘરની જમીન જાગીર અને ઢોરઢાંખરની માલિક છો તો તને અહી જ રામની ઓથે રહેવામાં કઈ ખોટું નથી,સમજણી સોનબાઇ કહે જો આપણા વડીલો અને આગેવાનો આમ ઇચ્છતા હોય તો મારે બીજું શું કહેવાનું હોય.
      જયારે બીજીબાજુ આગેવાનોએ આ વાતને રામના કાને નાંખી અને કેટલાય દાખલાઓ દીધા અને ઘરનો ઈતિહાસ કહ્યો પણ રામ એક નો ટળીને બે ન થયો,બધા કહે રામ તારું ઘર બંધાય જાય એટલે સૌને નિરાંત પણ રામ શરમાતા શરમાતા ભોઠામણ અનુભવતા બોલ્યો અરે ડાયરો હું મુળુને મોટો ભાઈ અને બાપ સામન જ ગણતો હતો તો બોલો જોઈ કે ક્યાંય મા દીકરાના શરીર સંબધ થતા હોય ત્યાં તો ડાયરો બોલ્યો અરે રામડા તને આપણા નાતરાના રિવાજની ક્યાં ખબર છે અને અમે શું કઈ તારું

Comments

Popular posts from this blog

સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર