ભીમશી થાપલિયો– ડૉ .પ્રદ્યુમ્ન ખાચર
ભીમશી થાપલિયો– ડૉ .પ્રદ્યુમ્ન ખાચર
જૂનાગઢના થડમાં નાનું
એવું પંખીના માળા જેવું અને સંપીલું ધંધુસર ગામ આવેલું છે,આ ગામ એટલે કે ત્યાં એક
દિવસ ત્યાં ધંધુમાલ રાજાના બેસણા હતા અને ગામમાં આહીરો અને મેરનો ખચોખચ વસવાટ
રહ્યો હતો.આ એ જમાનામાં ઘણી વખત હાડબળુકી કોમોને વારેઘડીએ રાજાઓ સાથે નાની અમથી
વાતમાંથી વાંકુ પડી જતું હતું એવી જ રીતે ધંધુસરના મેર અને આહીરોને ગિરનારના
રણીધણી એવા નવાબ બહાદુરખાન સાથે વાંકુ પડતા નવાબે હુકમ કાઢ્યો તો કે તો ગામ છોડીને
ચાલ્યા જાવ અને આ બને કોમ સંમત થઇ ગઈ કે હા અમને સ્વમાન અને શીલ પહેલા વાલા છે અને
પછી બીજા નંબરે માલ અને મિલકત અને સોના ચાંદી હો,જો આ બાબતે નબળું ધારતા હો તો હજુ
તમે ખોટા અંદાજો બાંધીને બેઠા છો,બાકી અમે ધંધુસરના આહીર અને મેર તો માત્ર ને
માત્ર રખાવટ,શીલ અને વચન ઉપર જ મરી ફીટીએ એવા છીએ.
આહીરો અને
મેરને ગામ છોડવાનું કારણ બીજું કઈ ન હતું એક દિવસ સાતમ
આઠમના મેરાણી અને આહીરાણીના મોરલા જેવા ફૂલેલા ગળે નરવા હૈયે રાસડાઓ સાંભળતા
જૂનાગઢના નવાબ આફરીન થઇ ગયેલાને એ રાસડા રમતી આહીરાણીને મેરાણીઓને જૂનાગઢના
રાજમહેલમાં આવી રાસડા રમવાનું કહેતા મેર અને આહીરો ગિન્નાયા કે એ કદી ન બને શું
અમારા બેન દીકરીઓ જૂનાગઢના રંગમહેલમાં આવી રાસડા લે ? આવા સમાચાર આવતા તો પુંજા
ચાંદેલા અને કરશન ડાંગરે ચોક્ખી ચટ ના કહી દીધી કે તો નહિ જ બને.
આથી મેર અને
આહીરોને ધંધુસર છોડી જવાનો હુકમ ફરમાવવામાં આવ્યો કે ગામનો ઘણી રાસડા જોવા ઈચ્છેને
એના હુકમનો આવો અનાદર એ તો ક્યાંથી સાંખી લેવાય,પરંતુ માણસ કહે છે ને બધે બધા
ગાંડા ન હોય તેમાં કોક તો ડાહ્યું અને શાણું માણસ હોય જ કે સાચીને સવળી વાત બંને
પક્ષને સમજાવે અહી પણ એક ડાહ્યો માણસ નીકળ્યોને ધંધુસર છોડીને જતા મેર અને આહીરોને
પાછા વાળવા નવાબને પણ પોતાની વસ્તી આ રીતે ઉચાળા ભરી રહે તે જરાય પણ ગમતું નથીને
વિચારે ચડી ગયા છે પણ હવે આને પાછા કેમ વાળવા ત્યારે આ મોકો જોઈ નવાબના શરાફ
ઈસ્માઈલ ખોજાએ નવાબને છાને ખૂણે મળીને જાણી લીધું કે બાપુ આ બળુકી પ્રજાને પાછી
વાળુ તો કેમ રહે? નવાબ કહે તો તો તારા જેવું કોઈ નહિને જ જલ્દી કર બાકી તો એ કોક
બીજાના ગામમાં જઇ આશરો પણ મેળવી લેશે.આથી ઈસ્માઈલ ખોજો મારતે ઘોડે જઈને આહીર અને
મેર ને આંબી લીધાને બંને ને સમજાવ્યા કે આવી ગાંડી રીંસ ન હોય ગમે તેમ હોય તો તે
આપડો ધણી છે ને હવે તેને પણ અફસોસ થાય છે તો હું નવાબ વતી માફી માંગું છુ ને તમે
સંધાય અબઘડી જ પાછા વળીને ધંધુસરને શોભાવો આથી મેર લોકો તો ધંધુસર પાછા આવવા માની
ગયા અને પાછા વળી ગયા પણ આહીરો પાછા વળ્યા નહિને આહીરોના મોભી કરશન ડાંગરે તો એવું
ચોક્ખું પરખાવ્યું કે હવે ચીંથરા ફાડોમાં ઈસ્માઈલભાઈ હવે ઈ ન બંને.
એટલું જ નહિ એ
પણ યાદ રાખજો કે હવે કદી પણ આહીરોનો એક પણ બચો વસે તો કેજો તમારું ખાસડું ને મારું
મોઢું બસ .બાકી હવે અમારે ધંધુસર ન જ ખપે,આ સમયે ગોંડલ ભા કુંભાએ બરાબર લાગ જોઈ
નવાબથી રીંસાઈ ને આવેલા આહીરોને આશરો આપ્યો ને કરશન ડાંગરને પટેલ નીમી ૫૦૦ વીઘા
જમીન આપી ને કરાણા માં વસાવ્યા,કરશન ડાંગર નો ભાઈ વેરવા ગામે જમીન ખોરડા લઈને
સ્થિર થયો હતો,આવુ બધું પતી ગયું પણ ધંધુસરના મેર અને આહીરોના સંબંધ તો કાયમ એવાને
એવા ગળ્યા જ રહ્યા દરેક સારા માઠા પ્રંસંગે રૂડા કરી દેખાડે છે આમાં એક દિવસ વેરવામાં આહીર ગોવિંદ ડાંગર ને ત્યાં
લગ્ન પ્રસંગ આવ્યો ને આમાં ધંધુસરના મેરોને જમવાના રૂડા હેત ભર્યા નોતરાં મળ્યા છે
આખું ધંધુસર સાગમટે ઉમટ્યું છે ને મેરાણીઓ મોરલા જેવા ગળા માંથી લગ્ન ગીતો ગાતી
જાય છે. હવે ધંધુસરમાં ડગુમગુ થતા ૧૦- ૧૫ બુઢિયા જ રહ્યા છે આખું ગામ ખાલી ખમ લાગે
છે,આંકડે બેઠેલું મધ પાડવું જેમ સહેલું થઇ જાય એ રીતે સતત ત્રણ ત્રણ વખત ધંધુસર
ભાંગવા સંધીઓ આવ્યાને એકવીસ શાખાનો ઠઠારો જોઈ પાછા વળેલા તે આજ મોકો જોઈ સંધીઓએ
ધંધુસરને ખૂબ જ ધીરજ થી લુંટવાનો ઈરાદો લઇ ચડી આવ્યા,ગામમાં પ્રવેશી કેટલાક
બુઢિયાઓને તો લુંટારાઓએ કબજે કરીને મૂંગા કરી દીધા પણ એવા ચોરાની સામે થી એક પડછંદ
અવાજ આવ્યો કે એલા હું કઈ તમારા થી દબાઈ જાવ એવો નથી તો થઇ જાવ ભાયડા આટલું કહેતા કરચલીયુ વાળા મોઢા વાળાને બેઠી
દડીને ધોળા માથાવાળા ભાભાએ ઉઘાડી તલવારે દોટ મૂકીને માંડયો સંધીની સામે તલવાર
સમળવાને પંદર વીસના ટોળા વચે એકલો અડીખમ ભાભો ઝાક જીલી રહ્યો છે પણ સંધીઓએ ભીમશી
થાપલીયાને ભેસને જેમ સિંહ ચારે બાજુથી ઘેરી લે તેમ ઘેરી લીધો છે પણ છતાં ભીમશી તો
રંગમાં આવીને એક પછી એકના મરડતો જાય છે ને ઘડીકમાં તો ત્રણના રામ રમાડી દીધા ને
સંધીઓ ગભરાણા અને ભાગ્યા,ભીમશી તો લાલ ચોળ ધગેલ તાંબા જેવો થઇ ગયો છે ને તેને આખા
શરીરે લોહીના છાંટણાઓ ઉડ્યા છે અને શરીરમાં વધુ વધુ લોહી ધગતું જાય છે કે મારા
જીવતે જીવ ધંધુસરને લુંટાવા દઉં, સંધીઓને એકવાર તો ગામ ઝાંપે તગડયા પણ તે ફરી આખરી
ખેલ ખેલી લેવા પાછા ફર્યા ત્યારે ભીમશીએ ઉલળી ઉલળીને તલવાર સમળે છે પણ સંધીઓ જાજા
થઇ ગયા છે ભીમશી ની ઉમર પણ કઈ ઓછી નથી એવામાં એક સંધીની તલવાર ભીમશીને પડી ને
ભીમશી પડીને ગડથોલિયું ખાઈને પડી ગયો ને સંધીઓ બધા તંબે થઇ ગયા એવા ટાણે વેરવાથી
આવી ગયેલા બધા મેર આવી ગયા ને જોવે છે ત્યાં ભીમશી આખરી શ્વાસ ગણતો ચોકમાં પડ્યો
છે,ગામ લોકોને જોતા ભીમશી કહે અરે આવી ગયાને બાપા હું તમારી જ વાટ જોતો હતો કઈ પણ
લુંટાવા દીધું નથી હો એમ કહી ને તેણે આખરી શ્વાસ લીધા તેના વિશે એક દુહો કહેવાય છે
કે
ટોડે ને ધંધુસર
તણે થાપલીયા તું ન થાત,
તો તો મ્હેર ને
મલક મ્હાય ભોંઠપ બેસત ભીમશી.
આજે પણ ધંધુસર
ગામના ચોરે ભીમશી થાપલીયાની ખાંભી અને પૂતળું ઉભા
છે ને ગામ પ્રેમ,વતન પ્રેમ માટે મરી ફીટવાની ભાવનાનો સંદેશ આવી રહ્યા છે કે
આવું હતું કાઠિયાવાડનું પાણી.
સૌજન્ય : લખુભાઈ
ગઢવી
Comments
Post a Comment