એક બહારવટિયાનો પુત્રી પ્રેમ
એક બહારવટિયાનો
પુત્રી પ્રેમ
સોરઠ પંથકના કણેરી ગામના મહિયા રાજપૂત
એવા ગીગા મુળુ મકા બહારવટે ચડેલને જેણે સોરઠની ધરતીને ધ્રુજાવી દીધી હતી જેણે નીતિ
ધર્મથી જ બહારવટુ ખેડેલું માટે જૂનાગઢ રાજ્યના પ્રજાજનો કારડિયા,કણબી પટેલ,રબારીઓ તેને પ્રેમથી રોટલા પુરા પાડતા
હતા એમાં કોઈ બળજબરી કે ધાકધમકી નહોતા.એ ગીગાના મુઠી જેવડા હ્રદયમાં એક દીકરી
માટે કેવી બધી ભાવના અને ત્યાગ સમાયેલો હતો તેની આજ વાત કરવી છે જે સાંભળતા લાગે
કે બાપ દીકરીથી કોઈનો પ્રેમ વધુ હોતો જ નહિ હોય ?
ગીગાને રાણી નામની અતિ વહાલસોયી એક
દીકરી હતી જે દીકરીને તેની માં બે વર્ષની મૂકીને સ્વર્ગની વાટે ચાલી નીકળી હતી, ત્યારે ગીગાના તમામ સગાવ્હાલાઓ તમામ શબ્દો અને સંબંધો અને ઈશ્વરીય
માયા સમજાવીને કહે છે કે તું બીજા લગ્ન કરી લે એમાં કઈ ખોટું નથી ને રાણીને પણ કશો
જ વાંધો સાવકીમાં નહિ આવવા દે અમે તે માટે બેઠા છીએ પણ ગીગો એકનો બે થતો નથી.
હવે ગીગાએ પોતાની તમામ શક્તિ અને પ્રેમને
આ બાળકી ઉપર જ કેન્દ્રિત કરીને તેને માની હુંફની ખોટ ન આવી પડે એ રીતે ઉજેરી રહ્યો
હતો,આ દ્રશ્ય જોનારને તો એમ જ લાગતું કે ઓ હો એક
કાળજાળ બહારવટીયો દીકરી માટે જ ફૂલથી પણ સાવ કોમળ બની ગયો છે અને જંગલમાં પણ એ
દીકરીને ભેગી ફેરવે છે,પણ એ બિચારી શું સમજે કે મારો બાપ કેવો
ખૂંખાર બહારવટીયો છે અને તે જૂનાગઢની પોલીસને આંખમાં ધૂળ નાંખીને સંતાકુકડી રમી
રહ્યો છે.તે રાણી બાર વર્ષની થઇ ગઈ એ સમયે ગીગો
બહારવટે છે પણ બહારવટામાં આ યુવાન પુત્રીને ફેરવવી એ અઘરું તો છે પણ છતાં એ દુઃખ
પણ એ દીકરી માટે ભોગવી રહ્યો છે ને દીકરીને પુરુષના કપડા પહેરાવતો અને તેને યુવાન
જેવી જ તાલીમ આપતો કે તે પણ ઝાંસીની રાણી જેવી જ બનીને જીવી શકે એવી તેના બાપની
મહેચ્છા છે પણ એક દિવસ કનડાના ડુંગર પર કાળી રાતે એક કાળોતરાએ એવો ડંખ માર્યો કે
રાણીએ ત્યાં જ ચીસ પાડીને પ્રાણ છોડી દીધા.ત્યારે
બહારવટીયા જેવો બહારવટીયો ભાંગીને ભૂકો થઇ ગયો અને છ મહિના સુધી તો સાવ ઘેસ જેવો થઇ
સુનમુન ફરતો રહ્યો,નથી એના શરીરમાં કોઈ ચેતન કે જોમ બસ
હવે તેનું દુનિયામાં કોઈ રહ્યું જ નહિ એમ જ માની બેઠો છે અને દીવાનાની જેમ સમય પસાર
કરે છે,જેની વીર હાકથી સોરઠની પ્રજા ફડકલે ફાટતી અને
જેનું નામ પડતા ઘોડિયામાં સુતા બાળકો શાંત થઇ જતા,જેનું નામ પડતા ગામના ઝાંપા દેવાય જતા એવો બહારવટીયો આજે છાના ખૂણે
રોજ રડે છે.
જ્યાં જ્યાં કોઇપણ ૧૨-૧૫ વર્ષની દીકરી જોવે ત્યાં તેને પોતાની રાણીના સ્મરણો તાજા થાયને આંખમાં જળજળીયા આવી જાય ને કોઇપણ દીકરીને જોતા જ
તેની પર વ્હાલ વરસાવેને પોતાની પાસે રહેલી મતા માંથી મુઠો ભરી આપી દે ને મનોમન એમ
માને કે આવી જ પ્રાણથી પ્યારી મારી વ્હાલી રાણી હતી ને .
પણ ગીગાનું દુઃખ ઓછુ તોય થતું નથી એવા
સમયે ગીગાની ધર્મની માનેલી એવી રૂડી નામની
રબારણ બેન પાસે આવે છે ને સમજાવે છે કે ભાઈ તમે આમ શેના ખુદને દુભવો છો ઈશ્વરના
દરબારમાં કોઈનું કશું જ ચાલતું નથીને મોત ને કોઈ હજુ સુધી જીતી જ શક્યું નથી તો
શેનો આવો કાળો વિયોગ હજુ ભોગવો છો. ભાઈ બહેનના આ સંવાદ પછી તો વળી પાછા
બને ભાવ સમંદરમાં ડૂબી ગયાને બને રડી પડ્યા કે શું ઈશ્વરે મારી પત્ની અને પુત્રી બનેને છીનવી લીધા,વળી પાછી બહેન ગીગાને ઈશ્વરીય માયા સંકેત અને મોતને પોતાની દેશી
ગામઠી ભાષામાં સમજાવે કે વીરા આમ ન હોય પણ છતાં તરત તો ગીગો દુઃખ માંથી જરાય બહાર
આવી શકતો નથી પણ છ મહીને એ શોક માંથી બહાર
આવ્યો,આ માટે ધર્મની બહેન એવી રૂડીએ ગીગા સાથે રહીને
ગીગાનું બહારવટુ જોયું ને પછી જ સાસરે ગઈ.
એક દિવસ ગીગો ઢેલાણા આવ્યો તો ગામમાં
હાકાબાકા બોલી ગયા ને બજારો મંડી ટપોટપ બંધ થવા,આ સમયે યુવાનોએ હોળીના રાસડાઓ
જમાવ્યા હતા ત્યાં આવી ગીગો કહે અરે કોઈ બીતા નહિ આજ હું લુંટવા નહિ રાસડા જોવા
આવ્યો છુ ને ગીગાએ એકતાલ,બેતાલ અને ત્રિતાલ અને ફેરફુદરડીઓ જોઈ પછી કહે હવે બેનોને
કહો રાસડા લે એ જોવા છે,ગામના કહે એ નહિ બને અમારી દીકરીઓ શરમાયને ગીગો કહે અરે
હોય એ તો મારું અપમાન કહેવાય જો રાસડા ન લે તો.તમે મને શું સમજી શકો હું જે
સ્ત્રીને પરણ્યો હતો એના મોત પછી બીજી બધી સ્ત્રીઓને મે બેન ગણી છે.
ગીગો હઠે ભરાણો છે કે રાસડા તો જોવા જ
છે ઢેલાણાની યુવતીઓ સંતાય ગઈ હતી પણ આખરે ૧૨- ૧૪ વરસની દીકરીઓએ રાસડો
ઉપાડ્યો,રાસડો પૂરો જામ્યો હતો એવામાં ગીગાની આંખ બાર વર્ષની એક દીકરી પર ઠરી ગઈ
અને ઉભો થયો ને તેનો હાથ પકડીને કહે બહેન તારું નામ શું છે? દીકરી કહે મારું નામ
રાણી.
રાણી નામ સાંભળતા જ ગીગાથી અરે અરે આ
તો રાણી કહી ચીસ પડાય ગઈ ને ગીગે કહ્યું બેટા તારે મારી ભેગા આવવાનું છે હો ? રાણી
તો ત્યાં મંડી મોટે મોટેથી રડવાને ગામ આખામાં ખબર પડી ગઈ કે ગીગો રાણીને ઉપાડી
જવાનો છે.દીકરીના માબાપ કાનાભાઈ વાળા અને અમરબાઇ ચોકમાં આવી ગયા કે ગીગાભાઈ બધું
લઇ જા અમને પણ મારી નાંખ પણ ફૂલ જેવી આ દીકરીને છોડી દે,પણ ગીગોએ કશું જ સાંભળતો
નથી ને આખરે બોલ્યો કે હું રાણીને પંદર દિવસ જ લઇ જઈશ બાકી ગમે તે કરશો તો પણ
રાણીને લીધા વિના નહિ જ રહું.
ગીગો રાણીને કનડાના ડુંગરે લઇ ગયો રાણી
ની આંખો રડી રડીને સોજીને દડા જેવી થઇ ગઈ છે ત્યારે ગીગો રાણીને માથે હાથ ફેરવીને
કહે છે અરે બેટા હું તારો બાપ છુ મારે તને સોને મઢાવવી છે,આટલું કહેતા તો ગીગો પણ
બાળકની જેમ રડી પડ્યો બેટા તું જ મારી રાણી છો ને જીવતી થઇ પાછી આવી છો ને ? તો
તારા બાપ ને રડાવાય કે ઓવારણા લઇ રાજી કરાય.
આખરે રાણી પર પિતૃપ્રેમની અસર થઇને
રાનીએ ગીગાને બાપ તરીકે જોયો.ગીગાએ પોતાના વચન મુજબ રાણીને પંદર દિવસ રાખીને ઘોડા
ઉપર રાણીને ઢેલાણા કાનાભાઈ વાળાને ત્યાં મૂકી ગયો ને સાથે સાથે અઢળક રૂપિયા દેતો
ગયો ને રડતા રડતા દીકરીને જોતા જોતા કહેતો ગયો કે આ રૂપિયા રાણીને કરિયાવરમાં
વાપરજો ને લગ્ન ટાણે વાવડ દેજો તો હું સાત પાતાળ ચીરીને પણ હું આવી જઈશ.
ગામ આખું ભેગું થઇ ગયુ કે ગીગો રાણીને
મૂકવા આવ્યો છે,ગામના હવે શરમાણા કે આપણને હતું કે ગીગો રાણીને ઘરમાં બેસાડશે? પણ
રાણીએ માંડીને બધી લાંબી વાત કહી કે એ તો મને બહુ સારી રીતે રાખતા ને હાલતા ચાલતા
વાત વાતમાં રડી પડતા ને દીકરી દીકરી જ કરતા હતા.
બધા વધુ શરમાયા કે આપણે તો કેવા નફ્ફટને
અધૂરા વિચાર વાળા છીએ કે કેવું કેવું
વિચારી લઈએ છીએ. આખરે એક દિવસ રાણીના લગ્ન લેવાણાને ગીગાને વાવડ મોકલતા ગીગો અચાનક
લગ્નના મંડપમાં આવી ચડ્યો ત્યાં તો ભાગદોડ મચી ગઈ તો કાનાભાઈ વાળા અને અમરબાઇ
ઉઠ્યા કે કે અરે ભાગોમાં આ ગીગો બહારવટીયા તરીકે નહિ રાણીના બાપ તરીકે તેને ફેરા
ફેરવવા આવ્યા છે.
જયારે બહારવટીયે રાણીને ફેરો ફેરવ્યો ત્યારે તો સૌ કોઈની આંખમાં
જળજળિયા આવી ગયા કે વાહ વાહ ખાનદાની મહિયા રાજપૂતની અને કાઠિયાવાડની .
ગીગા મહિયાને મકતુપુર (માંગરોળ) ગામે
એક બ્રાહ્મણે કસુંબામાં જાનમાં દગો કર્યો ને ત્યારે બહેનોએ એનો રાસડો જોડ્યો તો કે
કસુંબાના પ્યાલા વીરા, કસુંબાના
પ્યાલા,બાંધવે કસુંબા ઘાલ્યા રે,માયાળુ વીર
આખરે
ગીગો ફોજની હાથે પકડાવા કરતા હાથે જ તલવાર ખાઈ મર્યો ને તેની પાસે રહેલી
તલવાર ને હાર દેતો ગયો કે આ તલવાર પ્રભાસપાટણવાળા ઉદયશંકર કાકાને પહોચાડજો કે આ
તલવાર હું બીજ ગામેથી લઇ ગયેલો તે પાછા મોકલું છુ, આ તલવાર આજે પણ જૂનાગઢ ખાતે
શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ ને ઘેર છે. જેની જાનમાં આવતા આવું બન્યું તે મોરલીશા પણ
અફસોસ કરી મીંઢોળ બંધો ગીગાની લાશ પર જ તલવાર ખાય મર્યો આવી એ યુગની રખાવટ ખાનદાની
અને શરમ હતી.
Comments
Post a Comment