વનસ્પતિનો જાણતલને રક્ષક
વનસ્પતિનો જાણતલને રક્ષક
કાઠિયાવાડમાં
કેટલાક અસામાન્ય અને જગ વિખ્યાત પુરુષો થયા જેની
અથાગ મહેનતનો લાભ ગુજરાત અને દુનિયાને મળ્યો હતો,એવા લોકોને આજની પેઢી ઓછી
જાણે છે ત્યારે આવા એક અલગારી પુરુષની વાત માંડવી છે.
દુનિયાના
તમામ ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે કે ઝાડએ દેવરૂપ છે,ઝાડવા રોપવા તે પુણ્ય અને
તોડવા એ પાપ છે,તો વળી હિંદુ ધર્મશાસ્ત્રો તો એમ કહે છે કે એક ઝાડ વાવવાનું પુણ્ય સો
ગાયના દાન સમાન ગણાય છે. ઉપરોક્ત વાક્યને અક્ષરસ સમજનાર જીવનમાં ઉતારી
રાખીને જીવનાર અને વનસ્પતિ માટે જ જીવનાર અને મરનાર આ માણસનો જન્મ સંવંત ૧૯૦૫ આસો
સુદ ૧૦ના રોજ ગિરનારા બ્રાહ્મણ ઈન્દ્રજી ઠાકરને ઘેર થયો હતો, જેનું તેના ફઈબાએ નામ પાડ્યું જયકૃષ્ણ.તેમના પિતાશ્રી
લખપત ગામના કિલ્લાના દરવાજા ઉઘાડ બંધ કરવાની ૨૫ કોરીના સાવ મામુલી પગારથી નોકરી
કરતા હતા,પછી તેઓ હવેલીના મુખ્યાજી બન્યા હતા.જયકૃષ્ણજીનું બાળપણ ખુબ જ વિસ્મયકારક
રીતે વિત્યું. નાનપણમાં તો તેમની જીભ થોડી થોથરાતી હોવાથી તેના માબાપને સગાવાલા
નારાજ થયા હતા કે આવું બાળક આપડે ત્યાં જન્મ્યું તે શું કરશે,પરંતુ વિધાતાએ તો તેના લેખ સોનાની શાહીથી અને દેશ
વિદેશમાં પ્રસિદ્ધ થાય તેવી રીતે લખ્યા હતા. એવી તો ક્યાં કોઈને ખબર હતી કે આ જીભ
તોતડાતું બાળક એક દી પોતાનું નામ કાઢવાનું છે આગળ જતા જયકૃષ્ણજીએ સંસ્કૃત અને
વ્યાકરણતો આગળ નહિ ભણ્યા છતાં અભ્યાસ કર્યો હતો. આ બાળકની માં એ જાણે કે સવાશેર
નહિ પણ સવા કિલો સુંઠ ખાધી હોય એમ તેનામાં ખડતલ પણું,સાહસિકતા,પરગજુપણું
,ટેક,નવું નવું જાણવાની ઈચ્છા અને જીજીવિષા વગેરે ગુણો વિકસ્યા હતા.
જયકૃષ્ણજીની
જીભ થોથરાતી હોવાથી તેમના કુટુંબીજનો એ નક્કી કરી લીધું કે આપડે જયને બ્રાહ્મણીયુ
કે કથાનું કામ નહિ કરાવીએ પણ હાટડી ખોલી દેશું અને તેમને મથુરામાં હાટડી ખોલી
આપવામાં આવી પણ તેમને ત્યાં ફાવ્યું નહિ અને તેમણે એ કામને નાપસંદ કર્યું. જયકૃષ્ણજીએ બાળપણમાં પોતાના શરીરને ઘડવા અનેક પ્રકારની
કસરતો કરી દંડ,બેઠક,મુંગ દળ, તરવું, મોરપગલા વગેરે કરતા હતા.તેઓ રમતગમતમાં વિશેષ
ખેલાડી બની ગયા અને પોતાના મિત્રમંડળમાં આ બાબતમાં એકો ગણાતા હતા,બાળપણમાં તેણે
એવી કષ્ટદાયક રમતો રમીને શરીર ઘડ્યું હતું
કે મોટા થઈને તેમણે કલાકોની કલાકો સુધી વનસ્પતિની
શોધખોળ અને નિરિક્ષણ માટે ઊંટ પર ગાળ્યા હતા,એમ છતાં તેમને લકીરેય થાક નોતો
લાગતો.
જયકૃષ્ણજીને
બાળપણથી જ વૃક્ષોને વનસ્પતિ પ્રત્યેનો આદરને પ્રેમ કાળજે ચોટી ગયો,આથી તેમને જે કોઈ કામ હાથે લીધા પણ મનગમતા કામ સિવાય કોઈ
કામ પસંદ આવ્યું નહિ,ઈશ્વરે તો તેનું સર્જન તો કોઈ બીજા જ અનેરા કામ માટે કર્યું
હતું. પિતાના અવસાન પછી ૧૩-૧૪ વરસની ઉમરે રજળપાટ શરૂ કરી અને મુંબઈ,કરાંચી ફર્યા
અને અનુભવો મેળવ્યા અને ભણવા માટે એવી તાલાવેલી રાખી કે કોકના ઘરના ઓટલે સુઈ રહીને મ્યુનિસિપાલીટીની
બતીએ વાંચીને માંગી ભીખીને પુસ્તકોને પેન્શીલો મેળવીને ભણતર આગળ વધાર્યું હતું,ક્યારેક તો સ્કુલ
ફીના અભાવે ભણતર પણ અટકાવી દેવું પડ્યું. જયકૃષ્ણજીએ પોતાની આર્થિક જરૂરિયાત પારખીને પુસ્તકો
વેચવાનો ધંધો શરુ કર્યો તે તેને ફાયદાકારક થઇ પડ્યો અને તેમને પુસ્તક વેચતા વેચતા
સંસ્કૃત અને વ્રજભાષાનો અનેરો પરિચય
થયો.જેમણે પાંચેક વર્ષ પુસ્તકની દુકાન ચલાવી અને પછી બંધ કરવી પડી અને તેમનું
ભાગ્ય ત્યાંથી ખીલી ઉઠ્યું અને મુંબઈ આવીને ભગવાનલાલ ઇન્દ્રજી પાસે તેમના દર્દનો
તેની પાસે ઈલાજ કરાવ્યો,ને એક સમર્થ ગુરુનો સહવાસ પ્રાપ્ત કર્યો.પછી ભગવાનલાલ
ઇન્દ્રજી સાથે શિલાલેખોની નકલ કરવા
પ્રાચીન શોધખોળ કરવા નોકરીમાં રહી ગયા,આ સમયે તેને અનેક ઔષધીઓને પારખવાનું થયું.ભગવાનલાલ
ઇન્દ્રજી સાથેના પ્રવાસથી તેમનો વનસ્પતિ પ્રત્યેનો સ્નેહ બંધાતો ગયો ને ધીરે ધીરે
તો ઝાડપાન વનસ્પતિ તેમનું જીવન બની ગઈ. પછી તો જયકૃષ્ણજી વનસ્પતિને લગતા
પુસ્તકો વાચવા માંડ્યા અને વનસ્પતિના
નમૂનાઓ ભેગા કરવા માંડ્યાને તેમને એવો જબરદસ્ત ગાંડો રસ પડ્યો કે ન પૂછો વાત,જ્યાં
કયાય વનસ્પતિની વાત સાંભળે તો જયકૃષ્ણજી ગયા વગર રહે નહિ. ભગવાનલાલ ઇન્દ્રજીએ પણ
મૃત્યુલોકની સુખાકારી માટે જયકૃષ્ણજીને યોગ્ય રસ્તો બતાવી મદદ કરી અને તેને વનસ્પતિના
રક્ષણકર્તા કે ચોકીદાર નીમી દીધા એમ કરતા કરતા તેમણે અનેક પરદેશી વિદ્વાનો સાથે
દોસ્તી બાંધી લીધી વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે મુંબઈની તે સમયની ગ્રાન્ટ
મેડીકલ કોલેજના પ્રોફેસર ડૉ.સખારામ અર્જુનની મદદ મેળવી અને તેમના રસમાં ઊંડા ઉતરતા ગયા પછી બર્કવુડ અને મેકનાટનને થયું કે
આવા રસપ્રદ,શક્તિશાળી અને વનસ્પતિમાં ભમીભમી ને વનસ્પતિના ગુણ શોધી કાઢનારને કોઈ
જગ્યાએ યોગ્ય નોકરી શોધી દેવી જોઈએ.આથી ગોરા એવા બર્કવુડ અને મેક્નાટને પોરબંદરના
વહીવટદાર લેલીને ભલામણ કરી કે બરડાના ડુંગરો ખુંદવા માટે આ એક માણસ મોકલીએ છીએ
જેને તમે જંગલ ખાતું સોંપી આપજો,આ માણસ તમારા જંગલ અને વનસ્પતિને દુનિયાની બજારમાં વિખ્યાત બનાવી શકે તેમ છે.પોરબંદરના
મહારાણા વિક્માતજી માનવ પારખું અને વિદ્યાને કલાના પોષક હતા અને તેમને પોતાના
રાજ્યમાં આવેલા બરડા ડુંગરની જડ્ડીબુટ્ટી વિષે અભ્યાસ કરાવવાની તેમની અભિલાષા હતી.આથી
તરત જ લેલીએ જયકૃષ્ણજીને પોરબંદર રાજની ક્યુરેટર ઓફ ફોરેસ્ટ એન્ડ ગાર્ડન્સ તરીકે રૂ.૧૦૦ના
પગારની નોકરી આપી દીધી.પછી જયકૃષ્ણજીએ બરડાના જંગલને જીવનની જેમ પારખ્યું અને
વિસ્તાર્યું અને પ્રસરાવ્યું અને બરડાના રબારીઓને
સારી રીતે હક્ક દરરજા અને સામાજિક સ્થાન અપાવ્યું. વનસ્પતિને ઝાડવા ઓળખવા
માટે તેમણે નામી અનામી માણસો ખેડૂતો,મજુરો,રબારીઓની મદદ લીધી હતીને જે કોઈ નવું
ઝાડ કે છોડ બતાવે કે વાત કરે તે જોવા ત્યાં જતા રહેતા હતા .જ્યાં વનસ્પતિશાસ્ત્રના
જ્યાં જ્યાં પ્રદર્શનો ભરાય ત્યાં પોતે શોધેલ નવી વનસ્પતિના નમૂના મોકલ્યા હતા તેના સંદર્ભમાં લેખો લખ્યા હતા તે “વૈધ કલ્પતરુ
“માં છપાતા હતા તેથી પોતાનું નામ કુશળ
વનસ્પતિશાસ્ત્રી તરીકે પ્રસિદ્ધ થયું.આ માણસે બરડાની અને કચ્છની વનસ્પતિ વિષે અગાધ
અભ્યાસ કરી ઇ.સ.૧૯૧૦માં “વનસ્પતિશાસ્ત્ર” નામનો એક મોટો દળદાર ગ્રંથ પત્નીના ઘરેણા
ગીરવી મૂકી પ્રસિદ્ધ કરેલ અને તેમનું બીજું પુસ્તક ઇ.સ.૧૯૨૩માં “કચ્છની જડ્ડીબુટ્ટી” કચ્છના
મહારાવે પ્રસિદ્ધ કર્યું હતું, તેમણે ઘોડાકુન નામની વનસ્પતિ શોધી કાઢેલ તેના
મૂળિયાં પ્લેગના રોગ માટે અકસીર ઈલાજ ગણાય છે. જયકૃષ્ણજી વનસ્પતિ ઓળખી આ સિવાય
બીજા લોકો વનસ્પતિને ઓળખે ચાહે તેને માટે તેમણે સમાજમાં કેટલાક પ્રયત્ન કર્યા અને
વનસ્પતિને માણસના હ્દયમાં ખરી આરોપિત કરી આપી હતી. જયકૃષ્ણજીને બે પુત્ર
હતા તે બાળવયે અવસાન પામેલ અને સુંદરબાઈ નામે એક દીકરી હતા તે પણ
સુવાવડમાં મરણ પામેલ હતી. પહેલાના માનસમાં
રાજ્ય પ્રેમ અને માલિક પ્રેમ કેવો હતો તે અહીથી જાણી શકાય છે. ગુજરાત વર્નાક્યુલર
સોસાયટી એ તેમનો ગ્રંથ છાપવાની ઈચ્છા તો બતાવેલી પણ એક શરત રાખી કે આ પુસ્તક અમે
કહી તેમને અર્પણ કરવામાં આવશે,આટલું સાભળતા તો જયકૃષ્ણજીની ચોટલી ખીતો થઇ ગઈ કે
અરે એવું થોડું બને આ ગ્રંથ તો મને આ રસ્તે ચડાવનાર અને રોટલો આપનાર પોરબંદર
મહારાણાને અર્પણ કરવાનો છું એમ કહી આ પુસ્તક છાપવાની તક જતી કરી દીધી.
જયકૃષ્ણજીના
અવસાન (તા.૩-૧૨-૧૯૨૯) સમયે મહાત્મા ગાંધીજીએ “નવજીવન “પત્રમાં તેમના જયકૃષ્ણજી
સાથેના સંસ્મરણો આલેખ્યા હતા અને ગાંધીજીએ સાચા અર્થમાં તેમના ભરપેટ વખાણ કરી
અંજલિ આપી હતી.
Comments
Post a Comment