દેશસેવક દરજી
દેશસેવક દરજી
ગાંધીયુગની ગંગા જીલનારા પ્રથમ વ્યક્તિની આજ તો વાત કરવી છે, જેનો જન્મ ઇ.સ.૧૮૮૮માં થયો હતો અને ગાંધીજી જયારે કાઠિયાવાડમાં
આવ્યા ત્યારે તેમને તેઓ વઢવાણ રેલવે સ્ટેશને મળ્યા હતા જેમનું નામ છે મોતીભાઈ પુરુષોત્તમદાસ
પરમાર કે જે ભણેલા તો માત્ર ત્રણ ચોપડી પણ ગણેલા વધુ હતા.બસ એના હદયમાં સત્ય અહિંસા અને સેવાનો મંત્ર જ ગુંજે અને જેની આંખમાં
દ્રઢતા અને કરુણા જોવા મળતી હતી.તેઓ દરજી હોવાથી પોતાના બાળકોનું ગુજરાન ચલાવવા માટે ફક્ત એક કલાક સંચો ચલાવે ને
મહિને માત્ર રૂપિયા પંદર જ કમાય એવો તો સંતોષી જીવડો.ઝાલાવાડનું વઢવાણ બહુ નાનું નહિ ને બહુ મોટુ નહિ એવું દેશી રજવાડું
હતું.રાજ્યના ત્યારના શાસક ઠાકોરસાહેબ જસવંતસિંહજી હતા.આમ તો પ્રજાવત્સલ અને પ્રજાના દુઃખે દુઃખીને સુખી થાય તેવી પ્રકૃતિના
પણ જયારે કુદરત જ ફરી જાય ત્યારે તો તેની સામે મોટા ભૂપનું પણ કશું જ ચાલતું નથી
અને એ પણ સાવ સામાન્ય માનવીની જેમ જ લાચાર બની જાય છે,આથી કુદરતી પ્રકોપ વખતે તો ઈશ્વરના આશ્રયે જ બેસી જાય છે.
વઢવાણ રાજ્ય નાનું પણ એવે સ્થળે આવેલ હોવાથી મોકાનું રાજ્ય ગણાતું, મોતીભાઈ પછી વઢવાણ રાજ્યમાં
અનેક સ્વાતંત્ર્ય સૈનાનીઓ ઉભા થતા રહ્યા અને ઉધોગશાળા,ઘરશાળા અને અનેક પ્રકારની દેશસેવાની પ્રવૃત્તિ ચલાવતા રહ્યા હતા.
ઇ.સ.૧૯૧૮માં વઢવાણમાં પ્લેગ (મરકી) ફાટી નીકળ્યો અને સાજા નરવા રાતી રાણય જેવા માણસો પણ ટપોટપ મરવા
લાગ્યા અને જે બચ્યા હતા તે તમામ ઘરવખરી છોડીને બાલબચ્ચાને લઈને સલામત સ્થળ શોધતા
હતા પણ છતાં પણ પ્લેગથી બચી શકતા નહિ.
વઢવાણમાં દરેકના મોઢે પ્લેગ,મરકી કે બ્લેક
ડેથ સિવાય બીજા કોઈ શબ્દો નજરે ચડતા નથી.કેટલાક દર્દીઓને
સતત શરદી છે અને એવી એકધારી ખાંસી આવે છે કે બધા ઘરોમાં બસ ઠો ઠો જ સંભળાય છે,કેટલાકના ગળા સોજી ગયા છે કેટલાકના કાકડા નરમ પડી ગયા છે,ગમે તેનું શ્વસનતંત્ર અચાનક જ ખતમ થઇ જાય છે,લોકો ઉંદર અને જુ કે ઇતરડાને જોવે તો તરત જ તેનો નાશ કરવાનો પ્રયત્ન
કરે પણ એ તો જાદુની જેમ જ ઉભરી રહ્યા હતા.
આવે સમયે દેશસેવક મોતીભાઈ પરમાર વઢવાણમાં લોકસેવા કરી રહ્યા હતા
પ્લેગ ખૂબ જ વકરતા બધા ડરી ડરીને જતા રહ્યા પણ અડગ મનોબળવાળા મોતીભાઈને એના
સાથીદારો વઢવાણ છોડતા નથી ને બસ એક જ કામ
દર્દીની સેવા બીજો કોઈ આડોઅવળો વિચાર જ ન આવે.
જે દવા પ્રાપ્ય હોય તે આપે, દવા ન મળે
તો બહારથી મંગાવે અને સારવાર કરે પથારીઓ સાફ સુથરી કરે અને કોરી પથારીમાં માતા
દીકરાને સુવડાવે એ રીતે દર્દીને સાંચવે.
ધીરે ધીરે મરકી એવી ભયંકર રીતે ફૂલીફાલી કે કોઈ ઘર રોગ વિનાનું બાકી
રહ્યું નથી,આ સમયે મોતીભાઈને આ ભયંકર રોગ અસર ન
કરી જાય એની જ તેમના કુટુંબીજનોને ચિંતા છે કે ક્યાંક સેવા કરતા કરતા મરકી
મોતીભાઈને ન ભરખી લે.આથી મોતીભાઈના માબાપ કહે એલા મોતી જીવ
સાંચવીને સેવા કરાય હો પણ આ માને જ નહિ તો
માબાપ કહે એલા તારા ગુલાબી ફૂલ જેવા બાળકો સામું તો જો તને મરકી ભરખી લેશે તો એનું
શું થશે પણ મોતીભાઈ અડગ છે એ પોતાની મીઠી અને વિનયભરી વાણીથી કુટુંબીજનોને સમજાવે
છે કે જેવી ભગવાનની ઈચ્છા પાંચમની છઠ્ઠ નહિ જ થાય,બાકી આમ ટળવળતા અને ચિસો પાડતા ને સોજી ગયેલા માણસોને છોડીને જતા રહેવામાં મારું મન જરાય માનતું નથી
હું તો આ દુઃખીયારામાં જ ભગવાનના દર્શન કરું છુ જે થાય તે બસ લડી જ લેવું છે.
પણ રોગ કે ચેપ થોડી કોઈની શરમ રાખે તો થોડા જ દિવસમાં મરકીએ
મોતીભાઈને ઝપટમાં લીધા અને તેમને ઝીણો ઝીણો તાવ આવ્યો અને ગાંઠ નીકળીને પથારીવશ થઇ
ગયા બધા કહે મોતીભાઈ અમે તમને કેટલા સમજાવ્યા પણ તમે માન્યા જ નહિ આ હાથે કરીને
મોતની સાથે બાથ ભરી.
જે માણસ આજ સુધી લોકોની સેવા કરવા ભમતો હતો તે જ પથારીમાં પડતા હવે
પ્રભાશંકર બ્રહ્મચારી ,ડાહ્યાભાઈ અને ગાંડાલાલ હજારો ઉપાય કરે
છે કે મોતીભાઈ બચી જાયને જાત જાતના ઓસડને ઉપાયો કરે કે મોતીભાઈ બચી જાય ને જાત
જાતના ઓસડને ઉપાયો કરી રહ્યા છે પણ મરકી દૂર જવાનું નામ નથી લેતો ને એક પણ દવા કે દુવા
સુશુશ્રાની કારી ફાવતી નથી.બધાને હવે લાગ્યું કે હવે મોતીભાઈ બચશે
નહિ .
એજ રીતે મોતીભાઈને પણ થયું કે ચાલ આ બધા મિત્રોને દેશ ને વઢવાણ માટે
કઈક સંદેશો તો આપું,આથી મોતીભાઈ કહે એક કાગળ અને પેન્સિલ મને આપો હું બોલીને તો
કશું કહી શકું તેમ નથી તો લખી જ આપું.
જ્યાં એક સેવક કાગળ લાવ્યો તો આ રાષ્ટ્રપ્રેમી,સ્વદેશપ્રેમી સેવકને આવી ખરાબ અને આખર અવસ્થાએ પણ વિચાર આવ્યો કે આ
પેન્સિલ ક્યાંક પરદેશી તો નથીને?અને ખરેખર એ પરદેશી જ નીકળી તો તરત જ
પાછી મોકલાવી.
બીજો સેવક તરત જ ભારતીય સ્વદેશી પેન્સિલ લઇ આવ્યો તે તરત જ મોતીભાઈએ
હરખાતા મોઢે પોતાના દેશમાં બનેલી પેન્સિલ પકડી પણ તે લખી શકે તેમ નહોતા તો અંતે લાચાર
હદયે બીજાને કહ્યું કે તમે તો એમાં મારા છેલ્લા શબ્દો લખી લ્યો.
ધર્મ પુસ્તકાલય સંભાળજો,શુદ્ધભાવે સેવા
કરજો આટલું તો માંડ માંડ થોથરાતી જીભે બોલ્યાને તરત જ ત્યાં જ બન્ને આંખો (સવંત ૧૯૭૪ માગસર વદ ૪)મીંચી લીધી પણ રાષ્ટ્રપ્રેમ સ્વદેશી
અને સેવાભાવના કોને કહેવાય એ સમજાવતા ગયા પણ વઢવાણ તેમની સેવા વિના સૂનું સૂનું થઇ
ગયું. જયારે તે ભરજુવાનીમાં દેહમૂક્ત થયા
ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે “સત્યતો મેં મોતીલાલની આંખમાં જોયું” મોતીલાલ ગયા પણ
ફૂલચંદભાઈ શાહ,ચમનભાઈ વૈષ્ણવ અને સ્વામી શિવાનંદજીના જીવન ઘડતરમાં એમની મહત્વની
પ્રેરણા કાયમ રહી હતી પોતે માનતા કે આત્મજ્ઞાન માટે સદગ્રંથ વાંચવા જરૂરી છે તેથી
તેમણે પુસ્તકાલય પ્રવૃતિ શરૂ કરી હતી તેમાં બહેનોને પણ જોડ્યા હતા.
------------------------
Comments
Post a Comment