દરબારની દોસ્તી - ડો.પ્રદ્યુંમ્ન ખાચર
દરબારની દોસ્તી - ડો.પ્રદ્યુંમ્ન
ખાચર
આજની
દુનિયા ઉપર નજર કરતા તો લાગે છે,આજે જ્ઞાન વધ્યું છે પણ માણસની મરદાય હણાય ગઈ છે,
આજે પૈસો વધ્યો છે પણ દિલના ગજા ટૂંકા થઇ ગયા છે.જયારે એક કાળે આ જ ધરતી પર મરદોના
ધાડેધાડા ફરતા હતા,આજે એજ ભૂમિ પર રાંકાઓના ટોળા ભમે છે. આવા સમયે તો
ખાનદાની,રખાવટ,ખમીર,પોરહ,જિંદાદિલીની વાતો કરતા પણ તે કોઈ બહુ જાજા લોકો માને તેમ
નથી તો શરમ આવી જાય એવો સમય આવી ગયો છે.આવા કટાણાના સમયે એક અડાભીડ મિત્ર અને
ખાનદાન કામદારની વાત માંડવી છે.ભાવનગર રાજ હેઠળ ગઢડા ગામની હકુમત ખાચર દરબાર સંભાળી
રહ્યા છે અને ગઢડાના ખાચર કુળમાં એકથી એક ચઢીયાતા અને ખમીરવંતા,દાતાર અને શૂરવીર
દરબારો એ પાંચાળની છેડાની ધરતી પર પાકતા રહ્યા છે.
ગઢડાને
આસપાસના ગામોનો વહીવટ દરબાર જીવા ખાચર ખૂબ રૂડી માણસાઈથી કરી રહ્યા છે. ગઢડાના
પારદર્શીય અને નમૂનેદાર વહીવટની પાછળ જાતનો મેમણ એવા સરૂ ડોસાનું અકલબાજ ભેજું કામ
કરતુ હતું. તે ગઢડાને લીલા પાંદડે કરી દીધું હતું. ગઢડાની આજુબાજુ ચારેકોરના ગામોમાં ગઢડાના આ કામદારનો વહીવટ વખણાય રહ્યો છે અને
કવિઓ,ચારણો,બારોટ એના ગુણગાન ગાતા થાકતા નથી. ગઢડાના આવા સુવર્ણકાળે દરબાર જીવા
ખાચર અને સરૂ ડોસા કામદારની દોસ્તીએ રંગ
જમાવી રાખ્યો છે. દરબાર અને કામદાર ભેગા મળે એટલે બસ ચારેબાજુ મોજના તુરા છૂટતા
હોય અને મોજની કહું તૂટતી હોય એવા સમયે ડાયરામાં જો કોઈ મહેમાન ચડી આવે તો ગઢડાની
ડેલીમાં મહેમાનીના ઉત્સવો ઉજવાતા હતા.આવી
સાયબી ગઢડાના દરબારમાં પથરાયેલી છે.
આવા
સમયે એક દિવસ ભાવનગર દરબારની હુંફથી અને એનો આપેલો ગામ ગરાસ ખાતા ફાટીને ધુવાડે
ગયેલા કે જેને રૂંવાડે રૂંવાડે મરદાય આંટો વાઢી ગઈ છે એવા ગોવાળિયા શાખના કાઠી
દરબારો એ ગઢડા ગામનું ગૌધન વાળ્યું,ત્યારે બિચારા ગોરીઓતો જેમ સિંહ પાછળ થયો હોયને
ભાગતી બકરી આવે તેમ ભાગતા ભાગતા હાંફતા હાંફતા ગઢડાના દરબારમાં આવ્યા છે ને સીધા
મંડ્યા રોવા કે આપણી ગવતરીઓ લાખણકા વાળા લઇ ગયા છે અને અમને મેણું મારતા ગયા છે કે
જો તમારા દરબારો કે તેનો કોઈ મર્દ માણસ
હોય તો આડા ફરી જોજો.
આવી
વાત સાંભળીને કાઠિયાણીયુ તો કાળા રાગડે રોવા માંડી કે અરર આજ ગઢડામાં કોઈ જુવાન
ડાયરો હાજર નથી ને આવું બન્યું તો હવે કોને ગાવડીયુ પાછી વાળવા મોકલવા. આ રોવાનો
અવાજ વયોવૃદ્ધ જીવ ખાચર ડેલીએ બેઠા હતા
ત્યાં પહોચ્યો તો તરત તેણે ભાળ કઢાવી કે જુવો તો ખરા દરબારમાં કઈ માઠા સમાચાર
આવ્યા છે કે શું ? દરબારનો હુકમ છુટતા તરત જ સરૂ ડોસાએ દરબારગઢની ઉંચી કોર ચડી
અંદર જઈ માયું પાસેથી સાચા સમાચાર જાણ્યા ને બહાર આવી દરબારને આવીને કહ્યું કે
માઠા સમાચાર તો કઈ નથી પણ લાખણકા ગોવાળિયા આપણા ઢોર હાંકી ગયા છે અને વળી આપણા કોઈ
ગઢડાના જુવાન ડાયરો હાજર નથી તેથી માયું રોવે છે.આ વાત સરૂ ડોસાએ જીવા ખાચરને કહી ત્યાં તો ૮૦ વરસના જીવા ખાચર ફટાક દઈને
ડેલીની દોઢીમાં ઉભા થઇ ગયા શું વાત કરો કામદાર શું મારે જીવતે જીવ લાખણકાના
ગોવાળિયાઓનું આ મેણું સાંભળી લેવું એમ કહીને ઉભા થઇને ઘોડાસર તરફ ચાલવા માંડ્યા, આ
દ્રશ્ય જોતા દરબારના જીગરજાન દોસ્ત અને કામદાર સરૂ ડોસાને પણ મનોમન થયું કે આવા
સમયે કંઈ દરબારને એકલા થોડા જવા દેવાય શું મારી કંઈ ફરજ નથી કે જેની હારે બેસીને
કાવા કંસુબા પીધા છે ને કેટલાય અટપટા નિર્ણયો કર્યા છે.
દરબાર
જીવા ખાચરને ઘોડા પર સવાર થયેલા જોઇને કામદાર સરૂ ડોસાએ કહ્યું બાપુ ખમજો હો હું
હમણાં ઘોડી લઇ આવું ત્યારે દરબાર જીવા ખાચરે કહ્યું અરે કામદાર તમે શું કામ આ
ગઢપણને ધીંગાણામાં ફેરવવા ઉભા થયા છો તમે તો લેર કરોને તમારા વડવાઓએ વહીવટ કરી જાણ્યો હોય ધીંગાણું નહિ. પણ કામદાર
એક નો બે થતો નથી કે દરબાર તમારે જે કહેવું હોય ઇ કહો પણ આજ હું તમારું માનીશ નહિ
એમ જીવતરની અનેરી કળા જાણનાર સરૂ ડોસો બોલ્યો.
કામદાર
દરબારનું ન માનતા આખરે પોતાની માના આશીર્વાદ લઇ બને જણાઓએ ઘોડાઓને લાખણકા ભણી મારી
મેલ્યાને,ગામના પાદરમાં જઈ ગોવાળિયાઓને કેણ મોકલ્યું કે આવી જાવ સામે આજ તો તમારું
પાણી માપી લેવું છે.
ગોવાળિયાઓ
તો હજુ હથિયારનો ભાર ઉતારીને બેઠા જ હતા ત્યાં તો જીવા ખાચર અને સરૂ ડોસાના આ સમાચાર મળતા તે એક નહિ બે નહિ બાર નહિ પણ
પંદર જેટલા જણા તૈયાર થઇ ગયા અને હાથમાં આવ્યું તે હથિયાર લઇ પાદરમાં બે સામે આટલા
બધા શરમાણા વિના લડવા આવી ગયા અને થોડી વારમાં તો દ્યો દ્યો મારો મારોના પડકારા
થવા માંડ્યા,આટલા બધાની સામે આ બે ભાભલાઓ કેટલીક જીક જાલે પણ તેની મરવાની તાલાવેલી
અને ગામનું ગૌધનનું લુંટાવું તેમનાથી જોયું જવાયું નહિ તેની અહી કિમત હતી. આ
ઝપાઝપીમાં જીવા ખાચરના બને પગ સાંથળથી કપાઈ ગયા અને કામદાર સરૂ ડોસાના બને હાથ
ખંભાથી વઢાય ગયા છે.
Comments
Post a Comment