Posts

Showing posts from 2017

શૂરવીર રાહો ડેર --ડૉ. પ્રદ્યુમ્ન ખાચર

શૂરવીર રાહો   ડેર                      ડૉ. પ્રદ્યુમ્ન ખાચર કાઠીયાવાડની શૌર્ય ભૂમિનું આછેરું દર્શન કરાવવાની આજ તો જાજેરી તલપ વળગી છે. બાબરાથી નવેક માઈલ છેટા એવાને પાઘડી પને જ પથરાયેલુ કાઠીયાવાડના છોગાં જેવું ગામ એટલે ચાવંડ.         આ ગામની ત્યારે જાજેરી વસ્તી આહીરોનીને ગામ ખમતીધરને કહવાળું,તેથી બહારવટિયાઓની કાયમ નજરું ચાવંડ ઉપર જ મંડાયેલી જ રહે. વળી ગામમાં કાણકિયા કુટુંબના દેવી માં ચામુંડાના જ્યાં અખંડ બેસણા હોય એવું રૂપકડુંને બળુકું ગામ.         જેમાં એક રખાવટવાળોને ખડતલને પહોળી છપ્પનની છાતીના આહિરને ઘેર એક બાળક જન્મ્યું ત્યારે તેની ફુઈએ   એ બાળકના સામુદ્રિક લક્ષણો પારખી   કે જે એ અભણ આહીરાણી ક્યાય પણ નીતિમતા કે શુરવીરતા કે રખાવટ કે દાતારીની કોઈ પાઠમાંળા શીખવા ગઈ નહોતી એણે ભત્રીજાનું નામ પાડ્યું રાહો.         ધીરે ધીરે રાહો તો રાત ને દિવસ વધતા મોટો થતો જા...

સ્વાતંત્ર્ય ચળવળ અને સૌરાષ્ટ્ર – ડૉ.પ્રદ્યુમ્ન ભ.ખાચર

સ્વાતંત્ર્ય ચળવળ   અને સૌરાષ્ટ્ર – ડૉ.પ્રદ્યુમ્ન ભ.ખાચર સૌરાષ્ટ્રએ ભારતના ઇતિહાસમાં અનેકવિધ પ્રકારની વિશેષતાઓ ધરાવે છે. સૌરાષ્ટ્રમાં નાના મોટા બધા મળીને કુલ ૨૨૨ રજવાડાઓ હતા.આ રીતે નાના મોટા અનેક રાજકીય ટુકડાઓનું સંધાણ એટલે સૌરાષ્ટ્ર.આ વિસ્તાર ભારતના અન્ય પ્રદેશોની તુલનામાં ખૂબ જ સમૃદ્ધ,સંસ્કૃતિપ્રિય સભ્ય અને રસાળ ફળદ્રુપ હતો. સૌરાષ્ટ્ર દ્વીપકલ્પનું ક્ષેત્રફળ ૨૩૫૦૦ ચોરસ માઈલ અને ૩૬ લાખની ૧ વસતિ હતી. આથી સૌરાષ્ટ્રની એક કાળે કેટલાકને અદેખાય આવતી પણ સૌરાષ્ટ્રની પડતી થતા આ પ્રદેશ   ૧૯મી સદીના પ્રારંભે   સાવ પછાત અને દુઃખ દર્દોથી ઘેરાયેલો,દબાયેલો અને અંદરોઅંદર મારાકાપી કરતો થઇ પડ્યો હતો.એવા સમયે કેટલાક સંજોગો અને કારણોનું નિર્માણ થતા સૌરાષ્ટ્રમાં સ્વાતંત્ર્ય ચળવળ લોકોમાં શરુ થઇ હતી. સ્વાતંત્ર્ય ચળવળના કારણો (૧) સૌરાષ્ટ્રમાં ઇ.સ. ૧૮૦૭-૦૮માં દેશી રજવાડાઓ સાથે બ્રિટીશ સરકારે વોકર કરાર કર્યા, તેથી આ વિસ્તારમાં શાંતિ અને સલામતી સ્થપાય હતી અને હવે ઝઘડાઓ અને ટટા ફિસાદ બંધ થઇ ગયા મારે તેની તલવારની જગ્યાએ કાયદાનું શાસન આવી ગયું,અત્યાર સુધી વારંવાર મુલકગીરી ઉઘરાવવા ધાડેધાડા ...