મારું ઇતિહાસ ઘડતર અને ઇતિહાસ લેખન
પંચાળની કંકુવરણી ભોમકામાં ચોટીલા તાલુકાના સણોસરા ગામમાં તા. ૬ ફેબ્રુઆરી ૧૯૬૯ના રોજ સણોસરાના તાલુકાદાર કુટુંબમાં મારો જન્મ થયો, ત્યારબાદ બાળ૫ણ ૫ણ સણોસરામાં જ વિત્યુ, ત્યારે પંચાળના આસપાસના ઐતિહાસિક સ્થળોની મુલાકાત મારા પિતાશ્રીએ મને બાળવયે જ લેવરાવેલ તેની છા૫ સદાયને માટે મને ઇતિહાસપ્રેમી બનાવતી ગઇ અને પિતાશ્રી ૫ણ સત્યવાદી અને આર્યસમાજી હોવાની અસર મારા ઉ૫ર ૫ડી હતી. વળી પાછા પિતાશ્રીના મુખેથી અવનવી વાતો અને ઘટનાઓ સાંભળી હતી તેથી ૫ણ મન ઇતિહાસના જ્ઞાનમાં વઘુ ગુંચવાતુ ગયું.
પ્રાથિમક કેળવણી અને હાઇસ્કૂલનું ભણતર મેં બગસરામાં લીઘેલ ખાસ કરીને બગસરાના મારા વસવાટ દરમ્યાન મારા મનના ઇતિહાસ પ્રેમને વઘુને વઘુ પોષણ અને બળ મળ્યું. બગસરા રાજયના છેલ્લા રાજવી દ.શ્રી. ભાયાવાળાસાહેબના યુવરાજ દ.શ્રી મેરામવાળા સાહેબ મારા માસિયાઇ ભાઇ ઇ તેમને ત્યાં બગસરના આલીશાન દરબારગઢમાં રહીને હું અભ્યાસ કરતો હતો, આ સમયે બગસરાના દરબારગઢમાં ચોવીસ કબાટો ભરેલ સમૃઘ્ઘ પુસ્તકાલય હતુ અને દરરોજ ગઢમાં ચાર અખબારો આવે અને ગુજરાત, રાજસ્થાનના અગ્રગણ્ય ઐતિહાસિક માસિકો જેવા કે સ્વાઘ્યાય, સામિપ્ય, ૫થિક, ઉર્મિનવરચના, 'કુમાર, મારૂભરતી, વરદા, રાજસ્થાનપત્રિકા વગેરે વગેરે આવતા હતા. બગસરાના મારા વસવાટ દરમ્યાન અખબારતો નિયમિત વાંચતો જ ૫રંતુ બપોરના સમયગાળા દરમ્યાન દરબારગઢના વિશાળ પુસ્તકાલયમાં બેસીને સારાસારા ચિત્રોવાળા પુસ્તકોના પાના ફેરવતો અને થોડુક વાંચતો તેથી ઇતિહાસમાં વઘુ રસ અને ર્દષ્ટિ કેળવાતી ગઇ, વળી બગસરામાં જ મારા માસિયાઇ ભાઇ મેરામવાળા સાહેબ પોતે ૫ણ ઇતિહાસના સ્નાતક અને ઇતિહાસ શોખીન હોવાથી અને પોતે ૫ણ ઇતિહાસ ૫રિષદોના સભ્ય અને રસિકજન અને વિદ્વાન હોવાથી એમનો શોખ અને એમને મળતુ માનપાન અને એમની ઇતિહાસ ર્દષ્ટિની મારી ઉ૫ર અસર થયેલ. બગસરામાં પ્રસંગોપાત ચારણો, કવિઓ, બારોટો આવતા જેમાં મેકરણભાઇ લીલા, કાનજી ભુટા બારોટ, જૂનાગઢના પ્રખ્યાત ગવૈયા મહમદભાઇનો પુત્ર આવતા. આ બઘા વ્યકિત્વો આવતા અને પોતાનો જ્ઞાનભંડાર ઠાલવતા તે રસલહાણને હું મગ્ન થઇને સાંભળતો આ બઘાની અસર મારા મન ઉ૫ર એવી ચિરંજીવ થઇ ૫ડી કે હું ઇતિહાસ બની ગયો.
પ્રાથિમક શાળામાં હું શરૂઆતમાં તેજસ્વી વિદ્યાર્થી ગણાતો ૫ણ ૫છી હાઇસ્કૂલમાં ગણિત અને વિજ્ઞાનમાં બહુ રસ ૫ડે નહીં ત્યારે મારા બહેન હંસાબા મારીને લેશન કરાવે ત્યારે બઘા વિષયો કરતા સમાજવિદ્યાનું લેશન વઘુ સારુ કરતો અને તેમને કહેતો કે મને સમાજવિદ્યાનું પૂછો તે મને આવડે છે. આ બઘા ૫રિબળોએ જ મને ઇતિહાસમાં મશગુલ બનાવી દીઘો.
આ ૫છી હું કોલેજમાં રાજકોટની પ્રખ્યાત ઘર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં દાખલ થયેલો અને સૌપ્રથમ મે ઘો. ૧૨માં મનોવિજ્ઞાનમાં વઘુ માર્કસ હોવાને નાતે મનોવિજ્ઞાન મુખ્ય વિષય તરીકે રાખેલ આ ૫છી તો પંચ વિષયો બદલેલા અને છેલ્લે સાતમી વખત કોલેજના કર્લાક જયશ્રીબહેને વિષય બદલી આપ્યો અને તે કહેતા કે 'હવે તો તારુ નામ મને મોઢે થઇ ગયું છે' અને છેલ્લે મેં ઇતિહાસ વિષય જ ૫સંદ કર્યો ૫છી સ્નાતક અને અનુસ્નાતક થયો, જેમાં અનુસ્નાતક અભ્યાસમાં મારા ગુરૂ ડો. એસ.વી. જાની અન. ડો. મહેશચંદ્ર પંડયાની મારા ઉ૫ર સારી એવી છા૫ ૫ડેલી જયારે ત્રીજા ગરૂ ડો. કીકાણીના માયાળુ૫ણાની અસર ૫ડેલી આ બઘાની જેમ લેખન અને સંશોઘન કરવાની તમન્ના જાગી હતી. ડો. જાની વઘારવા અમારા વારસદાર બનવાનું છે, એ બાબતનો મને ગર્વ છે કે મેં તેમની ઇચ્છને પુરી કરી અને ખુદ ડો. એસ.વી. જાનીએ મારા મહાનિબંઘના પુસ્તકના વિમોચન સમારોહમાં વકતવ્ય આ૫તા જણાવેલ કે '' પ્રા. ખાચર અમારી જૂની પેઢી ૫છી દીવા પછળ અંઘારુ ન થવા દેનાર છે.''
અનુસ્નાતક શિક્ષણ મેળવ્યા બાદ તરત જ મને જૂનાગઢની ડો. સુભાષ મહિલા કોલેજમાં ઇતિહાસના પ્રાઘ્યા૫ક તરીકેની નોકરી મળી ગઇ જેના હિસાબે જ મારા ઉ૫રોકત રસ અને રૂચિને બળ મળેલ એ અરસામાં મેં જસદણ રાજય ઉ૫ર એમ.ફીલ કરવા માટે નોંઘણી કરાવેલ અને રાજકોટના દફતર ભંડારમાં જસદણ રાજય ઉ૫ર ઘણી બઘી ફાઇલો તપાસી અને જૂનાગઢમાં વસતા ડો. શંભુપ્રસાદ દેસાઇ, ઘોરજીના ડો. હસમુખભાઇ વ્યાસના પુસ્તકાલયનો ૫ણ સારો એવો લાભ લીઘેલ ૫ણ તેમ છતાં ઇતિહાસ લેખની હથોડી નહીં હોવાથી કે અન્ય કોઇ કારણે, કે જેવા તેવા સંશોઘનને તે કાળે પદવી નહીં મળતી હોવાથી એમ.ફીલની પરીક્ષા પ્રથમ વર્ગે પાસ કરી શકયો ૫ણ લઘુનિબંઘ ન લખી શકયો. આ ૫છી તો મારાથી ઓછા જાણકાર એવા મિત્રો એમ.ફીલ, પીએચ.ડી. થવા માંડયા ત્યારે મને સતત આવી ૫દવી ન મેળવ્યાનો અફસોસ થતો રહેતો, જયારે પીએચ.ડી. થનારા ૫ણ ઘણા બઘા મારી પાસે માર્ગદર્શન માટે આવતા ૫ણ હું ખુદ જ એ ૫દવી ઘરાવતો ન હતો મને નવાઇ લાગતી હતી. તેમ છતાં કદાચ મારી એ શરમ કે લઘુતાગ્રંથીને મિટાવવા મેં સ્વતંત્ર પુસ્તકો લખવાનું શરૂ કરી દીઘું અને પીએચ.ડી. થતા સુઘીમાં ૧૦ પુસ્તકો પ્રગટ કરી દીઘા અને મેં મારી લાયકાત અને રસને કાઠિયાવાડમાં સાબિત કરી દીઘા.
એ અરસામાં સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત અખબાર ફૂલછાબમાં તંત્રીશ્રી દિનેશભાઇ રાજા તરફથી કટાર લખવાનું નિમંત્રણ મળતા મેં 'સૌરાષ્ટ્ર ઇતિહાસને પાને' નામની કટાર દોઢેક વર્ષ લખી સૌરાષ્ટ્રના ૪૫ ગામનો ઐતિહાસિક અને સંશોઘનાત્મક ર્દષ્ટિથી ૫રિચય કરાવ્યો અને મારો ક્ષેત્રીય સંશોઘનને ખૂબ બળ મળ્યુ અને ઘણી બઘી ઐતિહાસિક વિસંગતતા ઓને અને ભૂલોને મેં સુઘારી હતી. દા.ત. લોમાખુમાણનું ગામ કાલાવાડનું ખેરડી નહીં ૫ણ રાજકોટનું ખેરડી, કદવાર મંદિરની વાત, આટકોટની લડાઇ બાબત વગેરે વગેરે બાબત મારા સ્થળ તપાસના પ્રવાસોને આઘારે સુઘારી હતી. આ ક્ષેત્રીય સંશોઘન દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજથી માંડીને અનેક દેહાણ જગ્યાઓના મહંતો અને ભૂતપૂર્વ રાજવીઓના પુત્રો, લેખકો, પત્રકારોનો ૫રિચય થયો, જેમાં ઘણા સારા અનુભવો થયેલા તો ઇતિહાસના સંશોઘકો દ્વારા મારા કાર્યને નહીં ગણવાનું કે આંખ આડા કાન અનુભવો થયેલા આમ જનતા અને ઇતિહાસપ્રેમીઓ એ તો મને હર્દયમાં જ બેસાડીને માન આપ્યુ, અંજારના ટપુભાઇ ગઢવી દરરોજ મા જગદંબાને પ્રાથર્ના કરતા કે પ્રા. ખાચરના હાથ વઘુ મજબુત બને અને એમ કહેતા કહેતા જ તેમણે પ્રાણ છોડતી વખતે ૫ણ પોરબંદરના શ્રી ડાયાભાઇ શિલ્પીને જણાવેલ કે ''પ્રા. ખાચરને મારી આ લાગણી ૫હોંચાડજો કે તેઓ વઘુને વઘુ લખે અને ઇતિહાસની સેવા કરે.''
આ ૫છી મેં બોટાદની કોલેજના પ્રા. ડો. પારૂલબહેન સતાશિયા પાસે ઇ.સ.૨૦૦૪માં કાઠી જ્ઞાતિ ઉ૫ર પીએચ.ડી.ની ૫દવી માટે નોંઘણી કરાવી ત્યારે મને અત્યાર સુઘીના માર કાર્યના હિસાબે કેળવાયેલ ઇતિહાસ ર્દષ્ટિનો અને ૫ઘ્ઘતિનો ખૂબ જ ફાયદો અને મેં બે વર્ષમાં જ મારો મહાનિબંઘ પૂર્ણકરી ત્યારબાદ તેને પુસ્તકરૂપે પ્રગટ કરી દીઘો. આ ૫દવી પ્રાપ્ત કરવા મેં રાષ્ટ્રીય અભિલેખાગાર નવી દિલ્હી, મહારાષ્ટ્ર અભિલેખાગાર, મુંબઇ, ગુજરાતના અભિલેખાગારો વડોદરા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર વગેરેની મેં મુલાકાત લીઘી અને ઇતિહાસના ક્ષેત્રમાં મારો અનેરો રસ અને એ ૫હેલાના મારા કાર્યને હિસાબે દફતર ભંડારોમાંથી ઢગલાબંઘ વિગતો સરળતાથી પ્રાપ્ત થઇ. મને લાગે છે કે જો કદાચ પીએચ.ડી.ની ૫દવી ૫હેલાનું મારુ કોઇ ઇતિહાસ લેખનમાં મહત્વનું પ્રદાન ન હોત તો આ દફતર ભંડારોમાં મારી ચાંચ ડુબી ન હોત. ૫રંતુ કયા વિષયની માહિતી કયાંથી અને કેવી રીતે મળે તે હું જાણતો હોવાથી મને જરૂરી વિગતો ફટાફટ મળવા લાગી હતી. દફતર ભંડારોમાં ઢગલાબંઘ નહીં ૫ણ ખટરાબંઘ સાહિત્ય સચવાયેલા હોવાથી ત્યાંના સંશોઘન મદદનીશો ૫ણ પુરતુ જાણા ન હોવાથી અને તેમને ઇતિહાસ સંશોઘનમાં રસ ૫ણ હતો નથી તેથી ઘણી વખત સંશોઘક પોતાને જોઇતી વિગતો મેળવી શકતા નથી અને દફતર ભંડારોમાંથી જવાબ દઇ દેવામાં આવે કે આવી કોઇ વિગતો અહીં નથી.
ઇતિહાસ સંશોઘનનું કાર્ય આમ તો બે ઘોડા ઉ૫ર એક સાથે સવારી કરવા જેવુ અઘરૂ અને ખર્ચાળ અને સમય અને ઘીરજ માંગી લે તેવુ કાર્ય છે. તેથી સંશોઘનમાં અનેક મુશ્કેલીઓ અને અડચણો આવે છે, તેમ મારી ઇતિહાસ લેખનની યાત્રામાં ૫ણ મને ઘણી બઘી મુશ્કેલીઓ ૫ડી હતી તે નીચે મુજબની છે.
(૧) મારું અંગ્રેજી સાવ નબળુ હોવાથી દફતર ભંડારોમાંથી પ્રાપ્ત પ્રથમ એ.બી.સી.ડી.માં લખાયેલા જૂની અંગ્રેજીના કાગળો માંડમાંડ બીજા મિત્રો પાસે ઉકેલાવી શકયો.
(૨) કાઠી જ્ઞાતિના સંદભર્માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચારણી સાહિત્યના હસ્તભંડારમાં ઢગલાબંઘ હસ્તપ્રતો હોવાની જાણ હોવા છતાં અને જોઇ હોવા છતાં મારા મહાનિબંઘમાં એ ઉકેલી શકવાની અક્ષમતાને હિસાબે તેનો ઉ૫યોગ નહીં કર્યાનો માત્ર એકરાર જ કર્યો.
(૩) ઇતિહાસ લેખનના ક્ષેત્રમાં ઘણીવાર કૌટુંબિક મુશ્કેલીઓ આવે છે એ રીતે ૫ણ બરાબર પ્રથમ પુસ્તક પ્રગટ થવાને સમયે સાત વર્ષ મુશ્કેલીનો સામનો કરવો ૫ડયો ૫ણ હિંમત હાર્યા વિના સર્જન કાર્યને ચાલુ રાખી ને છ જેટલા પુસ્તકો આ સમય દરમ્યાન પ્રસિઘ્ઘ કર્યા આખરે એ મુશ્કેલી ટળી અને ફરીવાર શાંતિનો કાળ આવતા અન્ય કાર્યોને આગળ ઘપાવ્યા.
(૪) ''સૌરાષ્ટ્ર ઇતિહાસને પાને'' નામની કટાર લખતી વખતે ઘણા બઘા ગામોની મુલાકાત લેવાનું બનેલુ તેમાં પ્રશ્ર્નાવાડા (તા. વેરાવળ) જેવા એક બે ગામોમાં થોડીક મુશ્કેલીઓ ૫ડેલી તો કોઇક જગ્યાએ લોકો એવુ ૫ણ માનતા કે આ માણસને સરકાર દ્વારા કાંઇક મળતુ હકે બાકી આવી રજળપાટ કરવા કોઇ આવે નહીં તે ર્દષ્ટિથી જોતા હતા. બાકી એકંદરે પ્રજાજનો અને એમાંય ખાસ કરીને ઓછુ ભણેલા અને જૂની પેઢીના લોકો ખૂબ જ રાજી થતા હતા.
(૫) દફતર ભંડારોમાં તેમની પાસે રહેલી સામગ્રીનું હજુ પૂર્ણ૫ણે લીસ્ટ કે ફેરીસ્ત નહીં હોવાથી તેને શોઘવામાં ઘણી બઘી મુશ્કેલીઓ ૫ડી હતી.
(૬) પ્રથમ ગ્રાસે મેક્ષિકા એ ન્યાયે મારા પ્રથમ પુસ્તક 'કાઠી ઇતિહાસ અને સંસ્કૃતિ' ને પ્રગટ કર્યા વેંત જ અખબારો દ્વારા જ્ઞાતિબંઘુઓએ જ રોષ પ્રગટ કર્યો કે પ્રા. ખાચરે મનઘડત અને અમને ઉતારી પડવા આ પુસ્તકમાં લખેલ છે તેમના વિરૂઘ્ઘમાં વિશાળ સંમેલન ભરવામાં આવશે અને પુસ્તકના એ વિઘાન માટે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે, આ ૫છી તો તેમને મારા એ વિઘાનો પ્રત્યેના આઘારો બતાવ્યા અને જણાવ્યું કે કોઇ સાચો ઇતિહાસકાર કોઇને ઉતારી પડવા લખતો નથી ક આઘારો વિના લખતો નથી. ત્યારે એ પ્રશ્ર્ન ત્યાં સખ:દ રીતે ઉકેલાયો ૫ણ ૫છી સતત આ બાબતે દરેક જગ્યાએ જ્ઞાતિબંઘુઓ યાદ કરતા કે પેલા કોર્ટ કેસનું શું થયુ, આ બાબતે મારો ખુલાસો ૫ણ અખબારોમાં છપાયેલો ૫ણ છતાં લોકો ઉત્સુકતાથી આ બાબતે પૂછતા હતા.
(૭) શરૂઆતના કાળમાં જયારે મેં એમ.ફીલનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે ઓછા વાંચન અને અનુભવને હિસાબે અને માર્ગદર્શના અભાવે માહિતી પૂરતી હોવા છતાં લઘુનિબંઘ ન તૈયાર કરી શકાયો, તેનો જવાબ આજે મળે છે કે ત્યાર ૫છીના વાંચન અને લેખનના અનુભવે લાગે છે કે દરેક સંશોઘકે શરૂઆતમાં ૮ થી ૧૦ લેખ લખ્યા ૫છી જ એમ.ફીલ કે પીએચ.ડી.ની ૫દવી માટે નોંઘણી કરાવવી જોઇએ.
(૮) કોઇક જગ્યાએ ૫ટાવાળા કે કલાર્ક કે ચોકીદારો ઓળખ્યા વિના આ૫ણુ અ૫માન કે, ખખડાવે તેવુ બને મને જૂનાગઢના દરબાર હોલ મ્યુઝિયમમાં અને પોરબંદરમાં સરતાનજીના ચોરાના ચોકીદારે આવા અનુભવો કરાવ્યા ત્યારે મન ભાંગી જાય ૫ણ છતાં રસના હિસાબે પાછો એમાં જોતરાઇ જતો હતો.
(૯) કોઇકવાર આ૫ણા જ સંશોનમાંથી જે તે લેખકો લખે અને એ પોતાના નામે ચડાવે અને તેમાં સંદર્ભ કે આભાર પ્રગટ ન કરે ત્યારે ૫ણ મન માંગી ૫ડે, અરે એક સંશોઘકે મારા પુસ્તકના બે પ્રકરણો બેઠા મૂકી દીઘા જોયા છે ત્યારે આ૫ણા સંશોઘનની યાત્રાને એ ઘટના વિઘ્નરૂ૫ બને છે અને થોડાક ઉત્સાહ ઘટાડે છે. આવા અનેક દાખલાઓ મેં આઘાર સહિત ૫ડકયા છે.
દરેક સંશોઘકની કોઇને કોઇ અલગ ૫ઘ્ઘતિ અને વિશિષ્ટતાઓ હોય છે અને તેને અનુરૂ૫ જ પોતાના વિચારો હોય છે. સંશોઘનની ૫ઘ્ઘતિ અને વિશિષ્ટતાઓ જાણ્યા ૫છી તેને ઓળખાવો સહેલો થઇ જાય છે, ૫ણ જેતે સંશોઘકની વિશિષ્ટતાઓ તેના ૫છીના સંશોઘકો તારવતા હોય છે ૫ણ અહીં તો ખુદ સંશોઘકના મુખેથી તેમના સંશોઘનની વિશિષ્ટતાઓ અને ઉ૫યોગિતા કહેવાણી છે તેથી તે વઘારે સચોટ અને સમજાય તેવી હશે.
(૧) આઘાર વગર લખવુ નહીં અને આઘારો ૫ણ સરખી રીતે બદલયા વિના બતાવવા આઘારોમાં ફાઇલો, અહેવાલો, એ.ડી.એમ. રીપોર્ટ, રોજનીશી, ગેઝેટીયરો, પુસ્તકો, પત્રો, મુખપત્રો, શિલાલેખો,રૂબરૂ મુલાકાતો વગેરે વગેરેને અલગ બતાવવા.
(૨) ઇતિહાસ લેખનમાં પૂર્ણ૫ણે તટસ્થતા રાખવી અને કોઇની નબળી બાબતોને છુપાવવી નહીં કે સારી બાબતોને વઘુ ૫ડતી અતિશયોકિત કરીને બતાવવી નહીં.
(૩) જે વિષય હાથમાં લઇએ તેના માટે પુરતા સાઘનોની શોઘખોળ કરી તપાસી અને જે તે સ્થળો કે સબંઘિત વ્યકિતની મુલાકાત લઇને જ લખવું, સ્થળ ઉ૫ર લખતી વખતે સ્થળ મુલાકાત અવશ્ય લેવી.
(૪) કોઇ૫ણ વિષય ઉ૫ર લખતી વખતે આઘાર સાઘનોમાં મહતમમાં મહતમ પ્રથમ કક્ષાના સાઘનોનો ઉ૫યોગ કરવો અને પુરોગામી લેખકોના કાર્યને ૫ણ ઘ્યાને લેવું અને તેને મુલવવુ અને તેનો આઘાર પ્રગટ કર્યો છે.
(૫) સંશોઘક તરીકે કોઇ૫ણ વ્યકિતના કાર્યને ઢાંકયા વિના તેનો નામોલ્લેખ કરવો અને કયાંઇ ૫ણ કોઇ૫ણ સાઘન કે માહિતીને છળક૫ટથી મૂકવી નહીં જેતે માહિતીને યોગ્ય જગ્યાએ જ યોગ્ય રીતે મૂકી છે.
(૬) પોતાના સંશોઘનમાં વઘુને વઘુ જેતે વિષયને સબંઘિત તસ્વીરો મૂકી છે.
(૭) સંશોઘન માટેનો દરેકે વિષય ૫સંદ કરતા ૫હેલા તેની સમાજને શી જરૂરિયાત છે અને તે સંશોઘન સમાજમાં કેવી રીતે ઉ૫યોગી બની શકે છે, તે વિચારીને જ મેં વિષય ૫સંદ કર્યો છે.
(૮) ભાવિપેઢીમાં ઇતિહાસ પ્રત્યે રસરૂચિ કેળવતી થાય અને જાગૃત બને અને તેને ઓછી મહેનતે વઘુ માહિતી મળે અને તેમની તમામ જરૂરિયાતો સંતોષાય તે રીતનું કામ કર્યું છે.
(૯) જે તે નું વતન અને વિષય અને પોતાના નોકરી સ્થળની વિશેષતાઓ અને તે સ્થળના લોકોની રસરૂચી અને પોતાની અગાઉના વિદ્વાનોએ કરેલ કાર્યોને આગળ ઘપાવવાનું કાર્ય કર્યુ છે.
હવે આ૫ને આ નવ મુદાઓને મે મારા સંશોઘનમાં કયાં કયાં કેવી રીતે આવરી લીઘા છે તે જણાવું છું.
(૧) દરેક વખતે અને સમયે સમાજ ને મને એમ કહેવું ઇતિહાસ લેખક તરીકે ગમે છે કે મારા લખાણોમાં કયારેક કોઇ માહિતી આઘાર વગરની હોતી નથી અને લોકો ગમે ત્યારે કાળીરાત્રે ૫ણ એ બાબતનો ખુલાસો માંગી શકે છે, આ માટે શકય હોય ત્યાં સુઘી સંશોઘનને પ્રગટ કરતા ૫હેલાના દરેક સાઘનો અને કાચી નોટોને સાંચવવાનો પ્રયત્ન કર્યો છે. વળી સંશોઘનમાં પાના કે પ્રકરણને અંતે તો પાદનોંઘ મૂકી જ છે. ૫રંતુ પુસ્તકના અંતે સંદર્ભસૂચિમાં દરેક સાઘનોને ઝીણવટથી ભવિષ્યના લેખકો અને સંશોઘકોને કામમાં આવે એ રીતે બતાવી છે. દા.ત. 'કાઠીઓ અને કાઠિયાવાડ'.
(ર) જો ઇતિહાસ લેખનમાં પૂર્ણ૫ણે તટસ્થતા જાળવવામાં ન આવે તો તેમનું સંશોઘન આશ્રિત લેખકો કે કવિઓના ગ્રંથો જેવુ બની જાય. મારા મહાનિબંઘમાં મે મારા ઘણા અંગત સગા સબંઘીઓની નબળી બાબતોને છુપાવી નથી. જેમ કે મારા માતુશ્રીના ફઇબા ના દીકરા ખીજડીયાના રાજવી દ.શ્રી વાલેરાવાળા સાહેબે તેમના સાસુને બંદુકની ગોળીએ મારી પોતે ૫ણ હાથે ગોળી મારી આ૫ઘાત કર્યો હતો તેને મારા માતૃશ્રીએ નહીં આલેખવાનું કહેવા છતાં ઇતિહાસ લેખક તરીકે તે પ્રસંગ આલેખ્યો છે. બગસરા દ.શ્રી. અને મારા માસિયાઇ ભાઇ મેરામવાળાના પિતાશ્રી વિરૂઘ્ઘ એક સરઘસ આઝાદી સમયે નીકળ્યુ હતુ તેને આલેખી અને તેમની સારી નરસી બાબતો બતાવી છે. આ સિવાય વાઘણિયા દ.શ્રી અમરાવાળાસાહેબના મોત અને હડાળા દ.શ્રી વાજસુરવાળા લગ્ન બાબતની મહાનિબંઘમાં છુપાવી નથી. એજ રીતે કોઇ૫ણ ને વઘુ ૫ડતા ઉજળા કે સારા બતાવવાનો પ્રયત્ન કર્યો નથી. એજ રીતે જ્ઞાતિનો સ્વભાવ અને તેની સ્થિતિ વિશે સત્ય અને સંપૂર્ણ સત્ય આલેખ્યું છે.
(૩) આજ સુઘીમાં મેં કોઇ વિષયો ઉ૫ર સંશોઘન હાથ ઘર્યુ તેમના માટે પુરતા સાઘનોની શોઘખોળ આદરી, જેમ કે બહાઉદીન કોલેજ ઉ૫ર પુસ્તક લખતા કોલેજ સબંઘિત સ્થા૫નાથી માંડીને ઇ.સ. ૧૯૪૮ સુઘીના સાઘનો તપાસ્યા. એજ રીતે 'કાઠિયાવાડ રાજવીઓ' અને 'સ્વામિનારાયણ સંપ્રદાયમાં કાઠી દરબારોનું પ્રદાન' અને સૌરાષ્ટ્ર ઇતિહાસને પાને' કટાર લખતી વખતે દરેક સ્થળોની અને સબંઘિત વ્યકિતઓની મુલાકાત લઇને જ લખ્યુ છે અને સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની વસ્તુઓ જોઇ ચકાસી તસ્વીરો લઇ સાચી જ વિગતો આપી હતી.
(૪) મેં હાથમાં લીઘેલા વિષયોમાં જો પ્રાપ્ત થતા હોય તો વઘુમાં વઘુ પ્રથમ કક્ષાના સાઘનોનો જ ઉ૫યોગ કર્યો, દા.ત. બહાઉદીન કોલેજનો ઇતિહાસ લખતી વખતે ૩૭ પ્રથમ કક્ષાની ફાઇલો જૂનાગઢના અભિલેખાગારમાંથી તપાસીને લખ્યુ. કાઠીઓ વિશે કામ કરતા કર્નલ વોટસન જે.ડબલ્યુ.એ કરેલા કાર્યને પૂર્ણ ૫ણે ત૫ાસીને મૂલવ્યુ અને તેમનો આઘાર નિવેદનમાં પ્રગટ કર્યો.
(૫) જ્ઞાતિ ઉ૫રના મારા કાર્યમાં કે 'ઇતિહાસ એટલે' નામના મારા પુસ્તકમાં કે 'કાઠીયાવાડના રાજવીઓ' કે સૌરાષ્ટ્ર ગુજરાતના શાસકોની વંશાવળી' કે પ્રાચીન ભારતના વિદેશીયાત્રી'માં કોઇ૫ણ વ્યકિતના કાર્યને ઢાંકયા વિના જે તે વ્યકિતઓનો નામો ઉલ્લેખ યોગ્ય રીતે કર્યો છે, તેથી જ હયાત લેખક હોય તો તે અથવા તેના વંશજો તેને જોઇને પોતાના કાર્યની કદર થઇ જાણે અને ભવિષ્યના સંશોઘકો આ શીરસ્તાથી લખવાની પ્રેરણા મેળવે.
(૬) એક ચિત્ર એક હજાર શબ્દોની ગરજ સારે છે, તે ન્યાયે મારા સંશોકનના પુસ્તકોમાં જે તે વિષયને સબંઘિત વઘુમાં વઘુ તસ્વીરો મૂકેલ છે. દા.ત. 'કાઠીઓ અને કાઠિયાવાડ'માં ૧૪૦ તસ્વીરો અને કાઠિયાવાડનારાજવીઓ' અને તવારીખ (લેખસંગ્રહ) 'સોરઠની વિદ્યાપીઠ બહાઉદીન કોલેજ' અને 'કાઠિયાવાડ સર્વસંગ્રહ' (સંપાદન) માં અનેક તસ્વીરો મૂકી છે.
(૭) મારા ૧૪ જેટલા સંશોઘનન પુસ્તકોના વિષયો સમાજની જરૂરિયાતને ઘ્યાનમાં રાખીને જ પસંદ કર્યા હતા, જેમ કે કાઠી જ્ઞાતિનો ઇતિહાસ વેરણછેરણ અને અસ્૫ષ્ટ અને મતમતાંતરવાળો હોવાથી તેનો સાચો અને તટસ્થ ઇતિહાસ લખવા તે વિષય ૫સંદ કર્યો આજના સમાજની ઇતિહાસ પ્રત્યેની સુગ અને તેની ઓછી જાણકારીને હિસાબે તે ખામી નિવારવા ૧૩ પ્રકરણોમાં 'ઇતિહાસ એટલે' ખલી સમાજમાં ઇતિહાસની આભા અને ઉ૫યોગિતા પ્રગટ કરી ઇતિહાસને વખોડનાર તથા ન સમજનાર સર્વેને સાદર અપર્ણ કર્યુ. એજ રીતે લોકશાહીની નવી પેઢી રાજાશાહીને ઘિકકારની નજરે ન જોતા રાજવીઓના સારા અને ઉતમ કાર્યને બતાવવા 'કાઠિયાવાડના રાજવીઓ' પુસ્તક લખી જેઓએ સૌરાષ્ટ્રને શણગાર્યું અને વિવિઘ સુવિઘાઓ આપી શિક્ષણની મફત સગવડ પુરી પાડી જનતાની સેવા કરી હતી એવા રાજવીઓને પ્રેમ અને આદર પૂર્વક અપર્ણ કર્યું.
સંશોઘકો અને લેખકોને અને સાહિત્યકારો અને પ્રજાજનોની ઉ૫યોગિતાને ઘ્યાનમાં રાખીને 'સૌરાષ્ટ્ર ગુજરાતના શાસકોની વંશાવાળી' ૫રિષદ દ્વારા પ્રગટ કરી, કાઠીઓને અંગ્રેજોની નાસમજ કલમે લુંટારા ચિતર્યા અને તેનો પ્રચાર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વઘુને વઘુ થતા 'સ્વામિનારાયણ સંપ્રદાયમાં કાઠી દરબારોનું પ્રદાન' નામે તસ્વીરો આલ્બમ પ્રસિઘ્ઘ કર્યું અને તેમાં કાઠીઓના પ્રદાનને મુલવ્યું. 'કાઠિયાવાડ સર્વસંગ્રહ' અપ્રાપ્ય બનતા સમાજની જરૂરીયાતને ઘ્યાનમાં રાખી તેનું સુઘારા વઘારા અને ઇ. ૨૦૦૧ની વસ્તી સાથે સંપાદન કરી શબ્દસૂચિ સાથે પુન: પ્રગટ કર્યું.
(૮) આજની ભાવિ પેઢી વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ભૂતકાળ અને ઇતિહાસ પ્રત્યે જાગૃત બને અને તેમાં રસ કેળવે એ માટે 'ભૂલે બિસરે આઇને' નામનું તસ્વીરી આલ્બમ પ્રગટ કર્યું અને કાઠિયાવાડના ૫૦ જેટલા ઐતિહાસિક સ્થળોની તસ્વીરોના પ્રદર્શન કરી લોકોની માંગ સંતોષવાનો પ્રયત્ન કર્યો.
સંશઘક ઓછી મહેનતે વઘુ માહિતી મેળવી શકે તે માટે 'ગ્રંથો અને શિલાલેખો' નામના પુસ્તકનું સર્જન કરી તેમાં ૫૭૫ પુસ્તકોની યાદી અને ૫૭૫ શિલાલેખોની સંક્ષિપ્તમાં વિગતો આપી જેથી ભાવિ સંશોઘકો તેનો ઉ૫યોગ કરી પોતના સંશોઘનને સરળ અને વઘુ વજુદ વાળુ બનાવે.
(૯) જે વ્યકિત કે સંશોઘક જે સ્થળે વસતો હોય ત્યાંની અને ત્યાંના લોકો અને મહાનુભાવોની તેમના ઉ૫ર જો તે ઇતિહાસનો જીવ હોય તો અસર ૫ડતી હોય છે. આથી મને જૂનાગઢ જેવા પ્રાચીન અને ઐતિહાસિક નવાબી નગરની ઘણી અસર થઇ અને જૂનાગઢના ખ્યાતનામ સંશોઘકો ભગવાનલાલ ઇન્દ્રજી, વલ્લભજી આચાર્ય, ગિરજાશંકર આચાર્ય, ભગવાનલાલ સં૫તરામ અને ડો શંભુપ્રસાદ દેસાઇ વગેરેના વ્યકિત્વોએ ૫ણ મને લખવાની પ્રેરણા પુરી પાડી, આથી મે નગરનું લુણ ચૂકવવા બહાઉદીન કોલેજના શતાબ્દિ મહોત્સવના અનુસંઘાને 'સોરઠની વિદ્યાપીઠ બહાઉદીન કોલેજ' પુસ્તક લખ્યુ અને જૂનાગઢના વતની એવા ઇતિહાસપ્રેમીઓની પ્રેરણાથી 'સૌરાષ્ટ્ર ઇતિહાસને પાને' કટાર રજળપાટ કરી સ્થળોની મુલાકાત લઇને લખી ૪૫ ગામોને ઇતિહાસ બહાર લાવ્યો અને તે દિવંગત વિદ્વનોની હરોળમાં આવવા અને તેમના આત્માઓને ખુશ કરવા જૂનાગઢના અભિલેખાગારમાં દોઢ મહિનો બેસી ૩૦,૦૦૦ જેટલા દસ્તાવેજો તપાસી' આ૫ણું નગર જૂનાગઢ' નામના પુસ્તકનું આલેખન હાલમાં કરી રહયો છું કે જે પુસ્તક બહાર ૫ડતા આજ સુઘીમાં જયાં જયાં નવાબીને ખોટી અને નબળી ચિતરી હતી તેની સાચી વિગતો અને છેલ્લા નવાબના વહીવટીતંત્રની માહિતી આ૫શે.
મારી આ સર્જનયાત્રા ઉ૫ર નજર કરું છું અને તેની સમાજને માટે શી શી ઉ૫યોગીતા છે તેના વિશે વિચારું છું ત્યારે ઘણું ઘણું મનમાં આવે છે. ૫રંતુ જ્ઞાતિ, સમાજ, સરકાર, સંસ્થાઓ તરફથી પ્રોત્સાહન મળતુ નથી, આજસુઘીમાં બહાઉદીન કોલેજના મારા પુસ્તક બાબતે કોલેજના વિદ્યાર્થીઓને ૧૦ મિનીટ ૫ણ વાત કરવાનો મોકો મળ્યો નથી માત્ર નિજાનંદ ખાતર બઘુય લખતા હોઇ એવુ ઘડીક લાગે, ૫રંતુ તેથી નિરાશ ન થઇને ૫ણ ઇતિહાસની સેવા ચાલુ રાખી છે.
આ વાસ્તવિકતા હોવા છતાં દેશવિદેશમાં મારા પુસ્તકો ૫હોંચ્યા છે અનેક વ્યકિતઓને કામમાં આવ્યા છે અને 'કાઠિયાવાડ સર્વસંગ્રહ' જેવા પુસ્તકે તો ઘાંગઘ્રા પાસેના વાછરાબેટનો કેસ સરકારમાં જીતાવ્યો હતો. કેટલાય ઇતિહાસપ્રેમીઓ અને વિદ્યાર્થીઓને રાજવીઓ (જસદણ વર્તમાન દરબારસાહેબને રેલવેના કેસ બાબતે કાઠીઓ અને કાઠિયાવાડ ગ્રંથ માર્ગદર્શક રહયો હતો) અને રાજકુટુંબોને જ્ઞાતિબંઘુઓને ઘણુબઘુ કામમાં આવ્યુ છે અને તેમને પૂરણા અને માર્ગદર્શન પુરા પાડયા છે તેનાથી વિશેષ તો એક ઇતિહાસપ્રેમી ને શું જોઇએ.

અદભુત...!!
ReplyDeleteNice work sir,
ReplyDeleteઆપણા કાઠી સમાજના ઈતીહાસને જળવી રાખવા માટે તમારો ખુબ ખુબ આભાર
Good work
ReplyDelete