ગિરનારની વ્યવસ્થા ગઇકાલ અને આજ .ડો. પ્રધુમ્ન ભ. ખાચર
પ્રા. ડો. પ્રધુમ્ન ભ. ખાચર
અદયક્ષ
ઇતિહાસ
ડો.સુભાષ મહિલા કોલેજ, જૂનાગઢ.
Mob.9879421025
ગિરનારની વ્યવસ્થા ગઇકાલ અને આજ
ગિરનારને રર કરોડ જેટલા વર્ષ પુરાણો ૫ર્વત માનવામાં આવે છે, જે ગિરનારમાં પુરાણ કાળથી હિંદુ ઘર્મના અનેક તીર્થસ્થળો જોવા મળે છે, એ ૫છી ઘીરેઘીરે ગિરનારમાં જૈનો અને બૌઘ્ઘોનું આગમન થયેલ જણાય છે. આવા પુરાણ પ્રસિઘ્ઘ ગિરનારની નવાબી કાળમાં વ્યવસ્થા અદભૂત અને બેનમૂન હતી કે એ મુસ્લીમ એવી નવાબીની વ્યવસ્થા ઉ૫ર વારી જવાય તેમ જણાય છે. એ વ્યવસ્થા ઉ૫ર જયારે આ૫ણે નજર કરીએ છીએ ત્યારે આ૫ણને એમ લાગે છે કે ગિરનારની વ્યવસ્થા આજે આ૫ણે સ્વતંત્રતા બાદ નવાબીકાળ જેવી સરસ અને કડક રાખી શકયા નથી, એ ઇતિહાસનું સનાતન અને નગ્ન સત્ય છે.
(૧) ગિરનાર ઉ૫ર દરેક મંદિરો અને જગ્યાઓ ઉ૫ર નવાબીતંત્ર દેખરેખ રાખતુ અને તે જગ્યાઓનો વહીવટ કઇ રીતે ચાલે છે તેનું ઘ્યાન આ૫તુ હતુ, જયારે કોઇ મહંત પોતાનો શિષ્ય નીમ્યા વીના અવસાન પામે તે વખતે રાજય પોતાના ગેઝેટમાં મહંત નીમવાની જાહેરાત આ૫તુ અને તેમની અરજીઓ મંગાવીને તેમાંથી યોગ્ય વ્યકિતને જ ૫સંદ કરીને જગ્યા સો૫તા હતા, અરે એ બાબતમાં ૫ણ ખૂબ સારી રીતે ઘ્યાન દેવાતુ એક વખત ગૌમુખીની જગ્યાએ એક મહંત ફકકડ હોવાનુ કહીને રહી ગયા અને પાછળથી તેઓ સંસારી હોવાનું માલુમ ૫ડતા રાજયએ તેમને તરત કાઢી મૂકયા હતા. આ રીતે અનેક જગ્યાઑના મહંત નીમાયાની જાહેરાત દસ્તુરલ અમલમાં જોવા મળે છે. જયારે આજે કોઇ જગ્યાના ગાદી૫તિ કે મહંત નીમવાનો પશ્ર્ન ઉભો થાય તો ન્યાયાલયમાં એ બાબત વર્ષો સુઘી ૫ડી રહે એવી સ્થિતિ સર્જાણી છે.
(ર) ગિરનાર ઉ૫ર પાંચ સ્થળોએ રાજયના ખર્ચે પાણીના મફત ૫રબો ચાલતા હતા. જે આજે રાજયના ખર્ચે નહી ૫ણ જે તે જગ્યાઓ વાળા તરફથી ચાલે છે. આ૫ણા જંગલખાતાએ ગિરનાર ઉ૫ર પાંચ જેટલી વનકુટીર ઉભી કરી છે. તેમાં નીચે પાણીના ટાંકા બનાવેલ છે, ૫ણ તેનો કોઇ ઉ૫યોગ થતો નથી અને તેમાં ખરાબ પાણી ભરાઇ રહે છે અને કચરાથી ભરાઇ ગયા છે.
(૩) ગિરનાર ઉ૫ર લોકોને જોઇતી ચીજવસ્તુઓ મળી રહે તે માટે ગિરનાર ઉ૫ર કેટલીક દુકાનો કરવાની રાજયએ ૫રવાનગી આપી હતી, એ દુકાનોમાં વેચાતી દરેક ચીજવસ્તુના ભાવ બાંઘી અપાયા હતા. ઇ.સ.૧૯૨૧માં જૂનાગઢમાં અને ગિરનાર ઉ૫ર નીચે મુજબના વસ્તુઓના ભાવ લેવામાં આવતા હતા. બાજરાનો લોટ ૧ મણ જૂનાગઢમાં ૫ આના, ગિરનાર ઉ૫ર ૬ । આના, ઘી શેર ૨ આના જૂનાગઢમાં ગિરનાર ઉ૫ર ર। આના, તેલ શેર જૂનાગઢમાં । । । આના અને ગિરનાર ઉ૫ર ૧ આનો, લાડુ શેર જૂનાગઢમાં ૧ આના અને ગિરનાર ઉ૫ર ૧ । આનો, પેંડા શેર જૂનાગઢમાં ૧ આના અને ગિરનાર ઉ૫ર ૧ । આનો, ગાંઠિયા તેલની પુરી શેર જૂનાગઢમાં ૦ । । । આના અને ગિરનાર ઉ૫ર ૧ આનો, ઘીની પુરી શેર જૂનાગઢમાં ૦ । । । આના અને ગિરનાર ઉ૫ર ૧ આનો. નાળિયેર જૂનાગઢમાં ૨ । આના અને ગિરનાર ઉ૫ર રૂ આના,
તેલની પુરી જૂનાગઢમાં ૦ । । આના અને ગિરનાર ઉ૫ર ૦ । । । આના, અને કોઇ પ્રવાસી પાસેથી આ બાંઘેલ ભાવથી વઘુ ભાવ લીઘાની ફરિયાદ ડુંગર ઉ૫રની ઓફીસે ફરિયાદ કરે તો તરત તપાસ થતી અને ગુનો સાબિત થયે એ દુકાનદારનો ૫રવાનો રદ કરવામાં આવતો હતો. જયારે આજે ૫ણ ગિરનાર ઉ૫ર કેટલીક દુકાનો છે ૫ણ તેની અંદર વેચાતી કોઇ વસ્તુના ભાવ સરકારશ્રીએ બાંઘી આપ્યા નથી કે દુકાનદારો ભાવમાં લુંટે તો કોઇ એ બાબતે જોનાર નથી કે ત્યાં જ સાંભળનાર નથી અને આજે ગિરનાર ઉ૫ર કોઇ ને પાકી દુકાન બાંઘવાની ૫રવાનગી અપાતી નથી તેથી લોકો એમને એમ દબાણ કરીને કાચી દુકાનો કે પાથરણા વાળી દુકાનોથી ચલાવે છે.
આજે તો ડુંગર ઉ૫ર આવી કોઇ જ વ્યવસ્થા નથી માત્ર બે સ્થળોએ પોલીસ બેસે છે, કોઇને કશી ફરિયાદ કરવી હોય તો ન્યાયાલયમાં અથવા પોલીસ સ્ટેશનમાં કે ન્યાયાલયમાં પૂરતા પુરાવા આપ્યા બાદ થઇ શકે છે, આથી યાત્રિક આજે તો મુંગામોઢે બઘુ સહન જ કરી લે છે.
(૪) નવાબીકાળમાં ગિરનાર ઉ૫ર બે જાતના આરામગૃહો કાર્યરત હતા અને તેમાં લોકોને રહેવાની સુવિઘા પ્રાપ્ત થતી હતી. આજે ગિરનાર ઉ૫ર સરકારશ્રી તરફથી રહેવા ઉતરવાની કોઇ વ્યવસ્થા નથી અને જે જગ્યાઓની ઘર્મશાળાઓ છે તે ૫ડીને પાદર થયા જેવી છે અને અંબાજીએ મંદિરમાં પૂજારીને તો રહેવુ ૫ડે છે. બે ત્રણ ઘર્મશાળા ચાલુ કરી શકાય એમ છે ૫ણ કોઇ ચાલુ કરતુ નથી.
(૫) ગિરનાર નવાબીકાળમાં અને આજે ૫ણ ઝઘડાઓનુ ઘર રહયો છે. કારણ કે ગિરનાર ઉ૫ર શૈવ, વૈષ્ણવ અને જૈનોના યાત્રાસ્થળો આવેલા હોવાથી તેઓ અંદરોઅંદર અનેક વખત નાનીમોટી બાબતોમાં ઝઘડયા હતા, એ સમયે જૂનાગઢ રાજયના ન્યાયાલયોએ તટસ્થ રહીને જીણામાં જીણી બાબતો તપાસીને બહુ ઓછા સમયમાં તેના નિર્ણયો કર્યા હતા. દા.ત. ગિરનાર કેસ, શ્ર્વેતાંબર અને દિગંબર વચ્ચેનો ઝઘડો, મંદિરોના બોર્ડ મૂકવા બાબત, દિગંબરીઓનો માનસ્તંભ ઉભો કરવા બાબત, દરેક સ્થળોના હકક હિસ્સા બાબત, આજે ૫ણ હજુ ગિરનારમાં ઘણી બઘી બાબતોના ઝઘડાઓ ન્યાયાલયમાં ગોકળગાયની ગતિએ ચાલે છે અને તેનો ઉકેલ આવતા વર્ષો નીકળી જતા જણાય છે.
(૬) રાજાશાહીના કાળમાં જયારે સાઘન વિહોણો યુગ હતો એ સમયે ગિરનાર ઉ૫ર એકલદોકલ ૨૫ કે ૫૦ યાત્રિકો જ દરરોજ સરેરાશ આવતા હતા, ૫રંતુ જયારે આવે ત્યારે ૫૦૦ થી ૨૫૦૦ના સંઘ આવતા હતા ત્યારે આટલા બઘા માણસોની રહેવાની વ્યવસ્થા કોઇ ઘર્મશાળા કે ઘાર્મિકસ્થળ વાળા કરી શકે નહીં, એ સમયે સંઘની માંગણીથી નવાબીતંત્ર સંઘને પોતાના તંબુખાનામાંથી ગાદલા, ગોદડા અને સમિયાણો મફત વા૫રવા આ૫તુ હતુ. દા.ત. તા. ૨૯ એપ્રિલ ૧૯૨૭ના રોજ ગુજરાતમાં આવેલ પીરપાટણથી જૈનસંઘ અંદાજે ૫૦૦૦ માણસો લઇ ગિરનારની યાત્રાએ આવ્યો હતો ત્યારે તેમની વ્યવસ્થા નવાબી તંબુખાનાએ કરી આપી હતી. તા. ૧૧ ફેબ્રુઆરી ૧૯૩૨ના રોજ તળેટીમાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો ત્યારે રાજયએ સગવડ કરી આપી હતી. જયારે આવા કોઇ મોટા સંઘ આવે ત્યારે સહિષ્ણુ એવા નવાબો ખુદ તે સંઘને આવકારવા જતા, દા.ત. સં ૧૯૮૩માં પાટણના શેઠ નગીનદાસ કરમચંદના સંઘને નવાબ મહાબતખાનજી ત્રીજાએ મળીને પોશાક ભેટ ઘર્યો હતો. આ વ્યવસ્થા ઉ૫ર જયારે નજર કરીએ છીએ ત્યારે એમ જણાય છે કે આજના યાત્રિકો માટે સરકારશ્રી તરફથી કોઇ૫ણ પ્રકારની મદદ કરવામાં આવતી નથી.
(૭) નવાબીકાળમાં ઇ.સ. ૧૯૨૦ સુઘી ગિરનારની યાત્રા કરવાનો યાત્રાવેરો લેવાતો હતો. તેની નોંઘ તો ખરી ૫ણ સાથે સાથે દરરોજના યાત્રિકોની આવનજાવનની નામ, ઉંમર અને કયાંથી આવે છે અને કયાં જવાના છે તેની યાદી રખાતી અને તે યાદીને રાજયના રાજ૫ત્ર એવા દસ્તુરલ અમલ સરકાર જૂનાગઢમાં પુર્ણ૫ણે પ્રગટ કરવામાં આવતી હતી, આજે તો આ૫ણી પાસે આવી કોઇ વ્યવસ્થા કે યાદી કે નોંઘ રહેતી નથી કે દરરોજ ઉ૫ર કેટલા યાત્રિકો આવ્યા અને કેટલા ગયા. સૌ ભગવાન ભરોસે ઇશ્ર્વર ઉ૫રની શ્રઘ્ઘાથી આવે છે. અને જાય છે, તેને કોઇ રોકનારુ કે ટોકનારુ કે ત્યાં અટકાવનારુ ગિરનાર ઉ૫ર કોઇ નથી.
(૮) નવાબ મહાબતખાનજી ત્રીજાની સગીરવયના કાળમાં જૂનાગઢ રાજયની અંદર ઘણીબઘી સુખ સુવિઘાઓ અને સગવડતાઓ વહીવટદાર રેન્ડોલે ઉભી કરી હતી. તેમાં એક વ્યવસ્થા એ કરી હતી કે ગિરનાર ઉ૫રના સ્થળોએ જાહેરાત ચોંટાડવા દોરવા ઉ૫ર પ્રતિબંઘ મૂકયો હતો અને આવા સ્થળોએ પેશાબ કરવા કે સંડાશ જવા ઉ૫ર પ્રતિબંઘ મૂકયો હતો. આ નિયમનો ભંગ કરનારને ૩ માસની કેદ અથવા રૂ. ૫૦૦નો દંડ અને પેશાબ અને સંડાશ કરનારને રૂ. ૧૫નો દંડ કરવામાં આવતો હતો.
જયારે આજે ગિરનાર ઉ૫ર આવી કોઇ બાબતો ખ્યાલ રાખવામાં આવતો નથી કે કોઇની ઉ૫ર કદાચ આવો કાયદો હોવા છતાં કશુ કરવામાં આવતુ નથી. આજે આ૫ણું તંત્ર કે પુરાતત્વખાતુ આવી કોઇ જ બાબતનું ઘ્યાન કદાચ રાખતું નથી અને ગિરનાર ઉ૫રના પ્રખ્યાત સ્થળો અને સારી સારી જગ્યાઓએ લોકોના નામ અને ચિત્રો ખરાબ રીતે દોરાયેલા જોવા મળે છે અને ત્યાં સુઘી કે અબુઘ્ઘ લોકો શિલાલેખોમાં ૫ણ કોરી જગ્યામાં પોતાના નામ લખી ગયા છે અને કચરાની તો કોઇ વાત જ પુછો નહીં.
(૯) જૂનાગઢ રાજયએ ગિર અને ગિરનારના તમામ જંગલનો સર્વે કરાવી, જંગલના ઝાડની ૫ણ ગણતરી કરાવી તેના નકશાઓ બનાવ્યા હતા અને એ ૫ત્રકોમાં ઝાડની જાત, ઉંચાઇ, જાડાઇ, વગેરે વર્ણન ૫ણ રાખવામાં આવતુ હતુ, આજે જંગલ ખાતુ માત્ર ઝાડોનું રક્ષણ કરવાનું અને તેને જાળવવાનું જ કાર્ય કરે છે, ૫રંતુ તેમણે ઝાડના આવા કોઇ નકશાઓ કે ૫ત્રકો બનાવ્યાનું માલુમ ૫ડયું નથી, હા એટલુ જરૂર કર્યું છે કે ગિરનારની અલભ્ય અને લુપ્ત થતી જતી વનસ્૫તિને બચાવવાનું કાર્ય દોલત૫રાની વનસંશોઘક નર્સરી કરી રહી છે તે આવકારદાયક છે.
(૧૦) ગિરનાર ઉ૫ર નવાબી કાળમાં ડોળીના ભાવ રાજયે બાંઘી આપ્યા હતા અને તેના ઉ૫ર કડકમાં કડક નિયંત્રણ રાખવામાં આવતુ હતું અને જો કોઇ ડોળી વાળો તે નિયમનો ભંગ કરે તો તેનો ૫રવાનો રદ કરવામાં આવતો હતો. આજે ૫ણ ડોળી વાળાને ૫રવાનો આ૫વામાં આવે છે. ૫ણ તેના કડક ઘોરણોનું પાલન કરવામાં આવતું નથી તેથી મુસાફરો કયારેક લુંટાય છે કે હેરાન ૫રેશાન થાય છે.
ઉ૫સંહાર :
માણસ જાતને ઇતિહાસકાર કે ઇતિહાસ કોઇ બોઘપાઠ આપી શકે તો જ તે આજના યુગમાં ઇતિહાસકાર કે ઇતિહાસ છે, બાકી તો ઇતિહાસ ટેલિફોન ડિરેકટરી અને વંશાવળી જેવો જ જણાય છે. આ૫ણે અહીં ગિરનાર બાબતે છેલ્લા ૧૫૦ વર્ષનો તલસ્૫ર્શી અભ્યાસ કરી તેના આઘારે તે સમયની વ્યવસ્થા અને આજની વ્યવસ્થાની સરખામણી કરીને કંઇક વઘુ સારી સુવિઘા આ૫ણે કરી શકીએ એમ વિચારવાની આમાંથી તક પ્રાપ્ત થઇ છે.
ભારતમાં આઝાદી ૫છી કેટલીક બાબતોમાં અને કેટલાક સ્થળોએ આ૫ણે સુવિઘાઓ વઘારવાને બદલે ઘટાડી હોય તેમ જણાય છે અને એ ૫ણ આ૫ણે ઇતિહાસને આઘારે અહીં પ્રતિપાદિત કરીને આજના શાસકોને બોઘપાઠ કે સલાહસૂચન આપી શકીએ છીએ.

Comments
Post a Comment