મારું ઇતિહાસ ઘડતર અને ઇતિહાસ લેખન પંચાળની કંકુવરણી ભોમકામાં ચોટીલા તાલુકાના સણોસરા ગામમાં તા. ૬ ફેબ્રુઆરી ૧૯૬૯ના રોજ સણોસરાના તાલુકાદાર કુટુંબમાં મારો જન્મ થયો, ત્યારબાદ બાળ૫ણ ૫ણ સણોસરામાં જ વિત્યુ, ત્યારે પંચાળના આસપાસના ઐતિહાસિક સ્થળોની મુલાકાત મારા પિતાશ્રીએ મને બાળવયે જ લેવરાવેલ તેની છા૫ સદાયને માટે મને ઇતિહાસપ્રેમી બનાવતી ગઇ અને પિતાશ્રી ૫ણ સત્યવાદી અને આર્યસમાજી હોવાની અસર મારા ઉ૫ર ૫ડી હતી. વળી પાછા પિતાશ્રીના મુખેથી અવનવી વાતો અને ઘટનાઓ સાંભળી હતી તેથી ૫ણ મન ઇતિહાસના જ્ઞાનમાં વઘુ ગુંચવાતુ ગયું. પ્રાથિમક કેળવણી અને હાઇસ્કૂલનું ભણતર મેં બગસરામાં લીઘેલ ખાસ કરીને બગસરાના મારા વસવાટ દરમ્યાન મારા મનના ઇતિહાસ પ્રેમને વઘુને વઘુ પોષણ અને બળ મળ્યું. બગસરા રાજયના છેલ્લા રાજવી દ.શ્રી. ભાયાવાળાસાહેબના યુવરાજ દ.શ્રી મેરામવાળા સાહેબ મારા માસિયાઇ ભાઇ ઇ તેમને ત્યાં બગસરના આલીશાન દરબારગઢમાં રહીને હું અભ્યાસ કરતો હતો, આ સમયે બગસરાના દરબારગઢમાં ચોવીસ કબાટો ભરેલ સમૃઘ્ઘ પુસ્તકાલય હતુ અને દરરોજ ગઢમાં ચાર અખબારો આવે અને ગુજરાત, રાજસ્થાનના અગ્રગણ્ય ઐતિહાસિક માસિકો જેવા કે સ્વાઘ્યાય, સા...
Popular posts from this blog
आप यह 5 मिनट के वीडियो में से मोरबी रियासत के वाधजी ठाकोर का इतिहास और कार्य जान सकते हो।
સેવાધારી લાલજી મહારાજ, સાયલા –ડૉ .પ્રદ્યુમ્ન ખાચર
સેવાધારી લાલજી મહારાજ, સાયલા – ડૉ .પ્રદ્યુમ્ન ખાચર કાઠિયાવાડમાં કેટલાક એવા ગામ છે કે લોકો એ ગામનું સવારના પહોરમાં નામ લેતા નથી જેમ કે લોકો ધ્રોળને સામું ગામ કહે છે.તો સાયલાને ભગતનું ગામ કહે છે,આની પાછળની કથા એવી મળે છે કે સાયલાના ઠાકોરસાહેબને જ્યાં જુએ ત્યાં નરકના દર્શન થતા હતા આથી તેઓ જમી શકતા નહિ એવો તેમને બ્રહ્મ રાક્ષસનો શાપ હતો,આથી એમની સાથે સાથે એવી પણ માન્યતા ઉભરી આવી કે જે લોકો સવારમાં સાયલાનું નામ બોલે છે તેને તે દિવસે જમવાનું મળતું નથી.આથી લોકો સાયલાને બદલે તેને ભગતનું ગામ લાલજી મહારાજ ઉપરથી કહેવા લાગ્યા. એવા સાયલાની જગ્યાના લાલજી મહારાજની આજ અહી સવારના પહોરમાં જ વાત કરવી છે. સાયલાનું નામ સવારમાં નહી લેવાની એક બીજી કથા એવી પણ લોકજીભે કહેવાય છે કે ઠાકોરસાહેબે એક ગઢવીને સવારના પહોરમાં સાયલાનું નામ લેવડાવ્યું અને પછી કહ્યું કે જાવ ગઢવી આજ જમવાનું નહિ મળે એમ નહિ પણ જમવામાં તમને મિષ્ટાન મળશે.પણ બન્યું એવું કે બપોરે ઠાકોરસા...
Comments
Post a Comment