મારું ઇતિહાસ ઘડતર અને ઇતિહાસ લેખન પંચાળની કંકુવરણી ભોમકામાં ચોટીલા તાલુકાના સણોસરા ગામમાં તા. ૬ ફેબ્રુઆરી ૧૯૬૯ના રોજ સણોસરાના તાલુકાદાર કુટુંબમાં મારો જન્મ થયો, ત્યારબાદ બાળ૫ણ ૫ણ સણોસરામાં જ વિત્યુ, ત્યારે પંચાળના આસપાસના ઐતિહાસિક સ્થળોની મુલાકાત મારા પિતાશ્રીએ મને બાળવયે જ લેવરાવેલ તેની છા૫ સદાયને માટે મને ઇતિહાસપ્રેમી બનાવતી ગઇ અને પિતાશ્રી ૫ણ સત્યવાદી અને આર્યસમાજી હોવાની અસર મારા ઉ૫ર ૫ડી હતી. વળી પાછા પિતાશ્રીના મુખેથી અવનવી વાતો અને ઘટનાઓ સાંભળી હતી તેથી ૫ણ મન ઇતિહાસના જ્ઞાનમાં વઘુ ગુંચવાતુ ગયું. પ્રાથિમક કેળવણી અને હાઇસ્કૂલનું ભણતર મેં બગસરામાં લીઘેલ ખાસ કરીને બગસરાના મારા વસવાટ દરમ્યાન મારા મનના ઇતિહાસ પ્રેમને વઘુને વઘુ પોષણ અને બળ મળ્યું. બગસરા રાજયના છેલ્લા રાજવી દ.શ્રી. ભાયાવાળાસાહેબના યુવરાજ દ.શ્રી મેરામવાળા સાહેબ મારા માસિયાઇ ભાઇ ઇ તેમને ત્યાં બગસરના આલીશાન દરબારગઢમાં રહીને હું અભ્યાસ કરતો હતો, આ સમયે બગસરાના દરબારગઢમાં ચોવીસ કબાટો ભરેલ સમૃઘ્ઘ પુસ્તકાલય હતુ અને દરરોજ ગઢમાં ચાર અખબારો આવે અને ગુજરાત, રાજસ્થાનના અગ્રગણ્ય ઐતિહાસિક માસિકો જેવા કે સ્વાઘ્યાય, સા...
સરસ માહિતી, ગમ્યું ,આભાર. નવાબો ,મહારાજાઓ વિષેસાચું લખવા માટે કેટલી મહેનત કરવી પડતી હોય છે ? તેતો આવા બ્લોગ વાંચીએ ત્યારે ખબર પડે..
ReplyDelete